________________
પત્રાંક-૬ ૭૯
૨૯૯
પ્રગટવા યોગ્ય છે, તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે કેવળજ્ઞાન” છે; અને તે સંદેહ યોગ્ય નથી. શ્રી ડુંગર કેવળ-કોટી કહે છે, તે પણ મહાવીરસ્વામી સમીપે વર્તતા આજ્ઞાવર્તી પાંચમેં કેવલી જેવા પ્રસંગમાં સંભવિત છે. જગતના જ્ઞાનનો લક્ષ મૂકી શુદ્ધ આત્મજ્ઞાન તે કેવળજ્ઞાન' છે, એમ વિચારતાં આત્મદશા વિશેષપણું ભજે” એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે. જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી સ્વરૂપજ્ઞાન થાય તેમ કેવળજ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. જગતનું જ્ઞાન થયું તેનું નામ કેવળજ્ઞાન મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી. જગતના જીવોને વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે; અને તે કંઈ કલ્પિત છે એમ નહીં, પણ તે પ્રત્યે અભિનિવેશ કરવા યોગ્ય નથી. આ ઠેકાણે વિશેષ લખવાની ઇચ્છા થાય છે, અને તે રોકવી પડે છે; તોપણ સંક્ષેપમાં ફરી લખીએ છીએ. “આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળજ્ઞાન છે, અને જગતજ્ઞાનપણે તેને વારંવાર જિનાગમમાં કહ્યું છે, તે માહાસ્યથી કરી. બાહ્યદૃષ્ટિ જીવો પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે.”
અત્રે શ્રી ડુંગરે કેવળ-કોટી સર્વથા એમ કહી છે, એવું કહેવું યોગ્ય નથી. અમે અંતરાત્મપણે પણ તેવું માન્યું નથી. તમે આ પ્રશ્ર લખ્યું એટલે કંઈક વિશેષ હેતુ વિચારી સમાધાન લખ્યું છે, પણ હાલ તે પ્રશ્રનું સમાધાન કરવા વિષે જેટલું મૌન રહેવાય તેટલું ઉપકારી છે એમ ચિત્તમાં રહે છે. એમ ચિત્તમાં રહે છે. બાકીના પ્રશ્નોનું સમાધાન સમાગમ ધારશો.