________________
પત્રાંક-૬૭૭
૨૮૫ સૌથી વધારે પોતાના સરળતાદિ નિજગુણો છે. સરળતા અને નિરસતા. પ્રાપ્ત સંયોગોમાં નિરસતા, મંદ રસપણું અને સરળ પરિણામે વર્તવું કે જેથી કરીને પોતાને સ્વરૂપમાં વળવામાં એ પ્રકારનું આડાપણું ન રહે. સરળપણું અને આડાપણું પરસ્પર વિરુદ્ધ છે. માયાના પરિણામ કહો, આડોડાઈના પરિણામ કહો, હઠના પરિણામ કહો, જીદના પરિણામ કહો, એ પ્રકૃતિ જે છે, પરરુચિના પરિણામ કહો એ બધા પરિણામ એવા છે કે જીવને સ્વસમ્મુખ થવામાં મુખ્ય પ્રતિબંધક છે. અસરળતાના પરિણામ જીવને સ્વસમ્મુખ થવાની અંદર મુખ્ય અવરોધ હોય તો આ અસરળતાનો છે.
એટલે સત્સંગ ઉપાસવામાં પણ “કૃપાળુદેવની મુખ્ય કોઈ સૂચના કહો કે મુખ્ય આજ્ઞા કહો તો એ છે કે સરળતાએ સત્સંગને ઉપાસવો. નહિતર સત્સંગ મળશે પણ સરળતા ન હોય તો એ સત્સંગનો કોઈ તારા આત્માને હિતમાં નિમિત્ત થવામાં કોઈપણ કારણ બનવાનું નથી), કોઈ અંશે પણ નિમિત્તપણે ભજવાનું નથી. સરળતા છે એ મુખ્ય વાત છે.
મુમુક્ષુ - સરળતા વગર મુમુક્ષતા આવે પણ નહિ.
પૂજ્ય ભાઈશ્રી :- આવે પણ નહિ. સરળતા બહુ મોટી વાત છે. ભલે ગમે તે સંયોગોના ફેરફાર થાય, કહેવાતા લાભ-નુકસાન થાય ગમે તે હોય, પોતે સરળતાથી જ વર્તવું છે એ વાત તો એણે ગાંઠ મારવી જોઈએ.
મુમુક્ષુ - શાસ્ત્ર અસ્ત્ર થઈ જતા વાર નહિ લાગે. પૂજ્ય ભાઈશ્રી – થઈ જતા વાર નહિ લાગે. મુમુક્ષુ - સત્સંગમાંથી કુસંગમાં ચાલ્યો જશે.
પૂજ્ય ભાઈશ્રી - ચાલ્યો જશે. માનશે કે હું સત્સંગ કરું છું અને વર્તતો હશે કુસંગ. અને સાસ્ત્રમાંથી પણ મતિદોષ... કારણ કે મતિમાં અસરળતા છે તો મતિની અસરળતા શું કરશે ? કે પોતાના જે દોષિત અભિપ્રાય છે એની પુષ્ટી કરવામાં એ શાસ્ત્રનો ઉપયોગ કરશે કે જુઓ ! મને પણ આમ લાગે છે અને શાસ્ત્ર પણ આમ કહે છે. એકવચનને બહુવચનમાં લઈ જશે.
જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે જાગ્રત થવામાં અને વૃત્તિ જોડવામાં સત્સંગ અને સન્શાસ્ત્ર નિમિત્તપણે ઉપકારભૂત છે અને સરળતાદિ નિજગુણો પણ પોતાને ઉપકારભૂત છે, “એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે. અને એ રીતે એ ત્રણે પદનો આશ્રય કરવો યોગ્ય છે. સત્સંગમાં પણ રહેવું, સાસ્ત્રનું પણ