________________
પત્રાંક-૬૭૭.
૨૮૯ હિસાબે સમાજમાં ઘણી સારી છાપ. એને એમ લખ્યું છે કે અપૂર્વ નિરાવરણપણું આત્માને ન દેખાતું હોય તો સમજણનું માત્ર અભિમાન છે. લોકો ભલે મોટી આબરૂ આપે પણ એ લૌકિક અભિનિવેશમાં જીવે રાચવા જેવું નથી.
મુમુક્ષુ – સમજણનું ફળ થવું જોઈએ એ ન થયું.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ ન થયું. એટલે કેટલીક હદે સરળતા હોય તોપણ કોઈ કોઈ બાબતની અંદર. ખાસ કરીને જે મત-ગચ્છનો આગ્રહ રહી જાય છે, સંપ્રદાયબુદ્ધિમાં જે જીવ આવી જાય છે. કુંડાળામાં પકડાય જાય છે અને કુંડાળા બહાર નીકળવામાં એને જે તકલીફ પડે છે એમાં એ પુરુષને અવગણી જાય છે, સપુરુષને એ પોતે ઓળખવા જોઈએ એ પ્રકારનું જે પડળ છે એ છૂટતું નથી. એક આડું પડળ છે એટલે જીવ ઓળખી શકતો નથી. એ રહી જાય છે.
વધારે લખી શકાય એવો ઉદય હાલ અત્રે નથી, તેમ વધારે લખવું કે કહેવું. તે પણ કોઈક પ્રસંગમાં થવા દેવું યોગ્ય છે....' હજી મને એમ લાગે છે કે કોઈ પ્રસંગ આવશે તો વિશેષ કહેવાનો યોગ રહેશે. એટલે કોક વાત હજી Reserve રાખું તમારા માટે અમુક વાત અમુક પ્રસંગે કહેવા માટેની બાકી રાખું છું એમ સંકેત કર્યો છે. એટલે “કોઈક પ્રસંગમાં થવા દેવું યોગ્ય છે, એમ છે.
“તમારી વિશેષ જિજ્ઞાસાથી પ્રારબ્ધોદય વેદતાં જે કંઈ લખી શકાય તે કરતાં કંઈક ઉદીરણા કરીને વિશેષ લખ્યું છે.' આટલું હું બીજાને કદાચ ન લખત. પ્રારબ્ધોદયને વેદતાં એટલે પ્રારબ્ધોદયમાં તો મારે પુરુષાર્થમાં રહેવાનું થાય છે. પ્રારબ્ધોદયને વેદવો. બહુ ગંભીર ભાષા છે. એ પ્રારબ્ધઉદયને હું સમ્યફ પ્રકારે વેઠું છું એટલે એ વખતે હું મારા પુરુષાર્થમાં વ્યસ્ત છું. અને એ મારા પુરુષાર્થમાં વ્યસ્ત હોવાને લીધે મને કોઈની બાબતમાં લખવું, કરવું મોટા ભાગે તો મારે Avoid કરવું પડે છે. કોઈને પત્રનો જવાબ નથી દેતો, કોઈને બહુ મોડો આપું છું. એવી પરિસ્થિતિ પ્રારબ્ધઉદયને વેદતાં જ રહે છે, એમાં) તમને ઘણું લખાઈ ગયું. સહેજે લખાય એના કરતા કાંઈ ઉદીરણા કરીને મારા આત્માએ લખ્યું છે એવું મને લાગે છે. જુઓ ! કેટલા સૂક્ષ્મ પરિણામ પોતે પકડીને વ્યક્ત કરે છે. સહેજે લખવું જોઈએ એના કરતા થોડું ઉદીરણા કરીને પણ મેં લખ્યું છે એવું મને લાગે છે. અને એ પ્રારબ્ધને વેદતાં વેદતાં આ રીતે તમને પત્ર લખાણો છે. વિશેષ લખ્યું છે. એ જ વિનંતિ.” એ રીતે કુંવરજીભાઈ નો પત્ર ૬ ૭૭ નંબરનો અહીંયાં પૂરો થાય છે. બહુ સારો પત્ર છે.