________________
૨૯૦
રાજહૃદય ભાગ-૧૩
એક તો એમણે જ્ઞાનીપુરુષ ક્યારેક મુમુક્ષુને પણ, જિજ્ઞાસુને પણ ઉપદેશ આપવામાં સંક્ષેપ કરે એમાં બે પડખેથી વાત કરી. પોતાના પડખેથી અને મુમુક્ષુના પડખેથી. અને બીજું ત્યાગ કરે અથવા ગૃહસ્થમાં હોય, વ્રતી હોય, નિયમ લીધા હોય, શાસ્ત્રોની સમજણ હોય, શાસ્ત્રના વિષયનું જ્ઞાન હોય તોપણ અપૂર્વ ગુણ પ્રગટે એ ઉ૫૨ એનું લક્ષ હોવું જોઈએ. ત્યાં સુધી એને કોઈ વાતનું મૂલ્ય આપવું ન જોઈએ અને લોકોની કોઈ છાપની ગણના પોતે ન કરવી જોઈએ. બીજા બીજાનું જાણે, પોતે તો સમજે કે મારું હજી કોઈ ઠેકાણું નથી.
મુમુક્ષુ :– લોકસંજ્ઞાની વાત બહુ...
પૂજ્ય ભાઈશ્રી :– હા, લોકસંજ્ઞાની વાત બહુ સારી આવી છે. એમને તો ખ્યાલ આવી જ જાય કે આ કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. પણ લોકસંજ્ઞામાં હશે, પ્રતિષ્ઠાને અંગે કોઈ લોકસંજ્ઞામાં રહી જશે અથવા જે મત સંપ્રદાયમાં છે એની પક્કડમાં રહી જશે (તો આના આત્માને નુકસાન થશે). જે અમુક સ૨ળતા છે એટલી સરળતાને લઈને જે કાંઈ એને લાભ થવો જોઈએ એ પરિસ્થિતિમાં એને લાભ નહિ થાય. કેટલીક સ૨ળતા બહુ સારી હતી. એમના પરિચયમાં આવ્યાને. પોતાના જે દોષ એમણે વર્ણવ્યા છે એ તો ભાગ્યે જ કોઈ વર્ણવે એવા દોષ એમણે વર્ણવ્યા છે. અને એવા પ્રતિષ્ઠાવાળા માણસે પોતાના દોષને વર્ણવ્યા છે. જો એ વસ્તુ બહા૨ આવે તો એની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચે. હજી મને આવા પરિણામ છે... હજી મને આવા પરિણામ છે... હજી મને આવા પરિણામ થાય છે... એવા બહુ સ૨ળતાવાળા. જરા આશ્ચર્ય લાગે, ચોંકી જવાય એવી વાતો કરે છે. પત્ર છે.
બહુ સારો
એમ લાગે કે ‘કૃપાળુદેવ'ના પરિચયમાં આવેલા મુમુક્ષુઓમાં આવા આવા મુમુક્ષુઓ હતા કે એવી મુમુક્ષુતા આજે ગોતવા નીકળો તો જોવા મળે એવી ચીજ નથી. એવા સ૨ળતાવાળા ! એને એટલું લખ્યું છે કે હજી આ ધ્યાન રાખવા જેવી વાત છે... હજી આ ધ્યાન રાખવા જેવી વાત છે... હજી આ ધ્યાન રાખવા જેવી વાત છે. અને જો ધ્યાન આપે, મહાપુરુષના વચનો ઉપર સીધું એને કીધેલું છે, એનો તો છૂટકો થઈ જાય. એને તો અનંત ભવ ભાંગવાનો અવસર આવી જાય એવી ચીજ હોય છે. એ ૬૭૭ (પત્ર પૂરો) થયો.