________________
પત્રાંક-૬૭૮
૨૯૩
એ જ વિનંતિ. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને નમસ્કાર.’ મુમુક્ષુ :– મુમુક્ષુને નમસ્કાર (કર્યા છે).
પૂજ્ય ભાઈશ્રી :- મુમુક્ષુને નમસ્કાર. માન-અપમાનનો તો એ આખો વિષય ગળી ગયા છે. ખલાસ કરી નાખ્યો છે. મારે માન, એમ કરીને આ ‘સુંદરદાસ’નું લીધું છે ને ? ‘એવો કોઈ રજપૂત નિશ્ચિંત હોય ને સૂતો હૈ.’ એમ નિશ્ચિંત થઈ ગયા છે. માન-ફાન શું વળી ? જીવને માન શું અને અપમાન શું ? જે છે ઇ છે જીવ. પોતે જે છે ઇ છે. કોઈના કહેવાથી છે કે કોઈના કહેવાથી નથી એ પ્રશ્ન જ કયાં છે ? અહીં સુધી રાખીએ...
દર્શનમોહનો અનુભાગ ઘટે, તેવા અનેકવિધ પરિણામો મુમુક્ષુજીવને થાય છે, તેની યથાર્થતા જ્ઞાનીપુરુષ સમજે છે. અનુભવથી યથાર્થ ક્રમ ઉપર લઈ જવાની સૂઝ તેમને હોય છે. તેથી તેમની આશાએ વર્તતાં માર્ગપ્રાપ્તિ સુલભ થાય છે. આજ્ઞાંકિતપણું ન હોય તો દર્શનમોહ વધે તેવા પરિણામો સાથે સાથે થતા હોવાથી જીવ માર્ગની સમીપ થતો નથી - જેથી છેવટ મૂંઝાવુ પડે છે, વા મિથ્યા સમતા આવે છે. (અનુભવ સંજીવની-૧૫૨૧)
ધ્રુવ તત્ત્વનું નિજાવલંબન અંગેનો તથારૂપ પુરુષાર્થ જ્ઞાનમાં સ્વસંવેદનનો આવિર્ભાવ ઉત્પન્ન કરે છે, અને જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી આત્મા નિજ જ્ઞાન સ્વભાવના સ્વતઃ. આલંબનમાં પરિણમી જાય છે-બંન્ને પ્રક્રિયા સમકાળે હોય છે. કથનમાં ક્રમ પડે છે, પરંતુ પરિણમનમાં અવિરોધ અને સમકાળ છે. જ્ઞાન–સામાન્યનો આવિર્ભાવ તે સ્વસંવેદનનો આવિર્ભાવ છે, જે જ્ઞાનવિશેષના તિરોભાવપૂર્વક થાય છે. પરિણમનમાં બંન્ને પ્રયોગ થવા યોગ્ય છે. તેથી બંન્ને પ્રકારે ઉપદેશ પ્રવર્તો છે. (અનુભવ સંજીવની-૧૫૨૨)