________________
૨૮૩
પત્રાંક-૬૭૭. આત્મહિતનો માર્ગ તો અમસ્તો પણ એકલાનો જ છે. એમાં તો સિદ્ધિ સુધી એકલાએ જ કામ કરવાનું છે. પુરુષાર્થ એકલા હાથે જ કરવાનો છે. જે પુરુષાર્થ કરવાનો છે એ આત્માએ આત્મામાં આત્માથી કરવાનો છે. પુરુષ તો આંગળી ચીંધે છે, શ્રીગુરુ તો માર્ગની આંગળી ચીંધે છે કે રસ્તો આ બાજુ છે તો એ બાજુ તું તારો પુરુષાર્થ લગાડ. સર્વશક્તિથી. શક્તિ કોની ? પોતાની. લક્ષ ક્યાં રાખવું એટલી વાત કરે છે. લૌકિક અભિનિવેશનો સંક્ષેપ કરી નાખ અથવા ઊડાડી દે. લૌકિક અભિનિવેશને તું છોડી દે.
કિંઈ પણ અપૂર્વ નિવારણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે.” હવે શું છે કે આ જે કુંવરજીભાઈ સગૃહસ્થ હતા એમની સમાજની અંદર ધાર્મિક વ્યક્તિ તરીકે શ્વેતાંબર સમાજમાં બહુ સારી છાપ હતી. સંપન્ન માણસ હોય અને વ્રત, નિયમ અને ધાર્મિક વિચારોની અંદર વિશેષ રસ લેતા હોય તો સ્વભાવિક રીતે ધાર્મિક આબરૂ તો બંધાય. તો કહે છે કે લોકો એમ કહે કે ભાઈ ! આ તો “કુંવરજીભાઈને બહુ જ્ઞાન છે. ફલાણા ભાઈને તો બહુ જ્ઞાન છે. લોકો ભલે ગમે તેમ કહે. આમને તો બહુ સમજણ છે, ઘણું જ્ઞાન છે. એની પાસેથી ઘણી વાતો સમજવા મળે, જાણવા મળે, લાણું છે, ઢીકણું છે. અંદરમાં આત્માએ બીજી રીતે વિચારવા જેવું છે કે મારા આત્મામાં અપૂર્વતા કેમ ન પ્રગટી? જે અપૂર્વતા પ્રગટીને જ્ઞાન નિરાવરણ થવું જોઈએ, આત્મા નિરાવરણ થવો જોઈએ તેવું અપૂર્વ નિરાવરણપણું મને કેમ પ્રગટ નથી થયું ? લોકો ભલે મને ગમે તેટલી કિંમત આપે, ગમે તેટલી આબરૂ આપે. એથી શું થઈ ગયું ? મને કેટલું મળ્યું છે ? મારા આત્મામાં કેટલો લાભ થયો છે ? કોઈ અપૂર્વતા પ્રગટ થઈ ? કોઈ નિરાવરપણું પ્રગટ થયું? કે નથી પ્રગટ થયું ? જો ન પ્રગટ થયું હોય, એવું પોતાને તપાસ કરતા દેખાતું ન હોય તો આ જીવે સમજણનું અભિમાન કરવા જેવું નથી. ભલે લોકો એમ કહે કે તમને ઘણી સમજણ પડે છે. તમે બહું વાંચ્યું છે, બહુ સાંભળ્યું છે, ઘણું સમજ્યા છો, બીજાને ઘણું સમજાવી શકો છો. પોતાએ જરાય લેવા જેવું નથી. આ સમજણનું અભિમાન કરવા જેવું નથી. માટે સમજણનું માત્ર અભિમાન છે એમ પોતાના જીવને અંદરમાં સમજાવવો કે, ભાઈ ! લોકો ગમે તે કહે, તને નિરાવરણપણું પ્રગટ્યું નથી. તો પછી સમજણનું માત્ર અભિમાન છે એવો ભાવ તને ન આવવો જોઈએ કે હું ઘણું સમજું છું, મને ઘણી ખબર પડે છે. કારણ કે એ સમજણ તો ત્યારે કહેવાય કે એના ફળમાં કોઈ અપૂર્વતા પ્રગટે ત્યારે. દશાની