________________
પત્રાંક-૬૭૨
૨૩૯ એમ અહીંયાં એમ કહ્યું કે, વીતરાગી જિનેન્દ્ર સર્વજ્ઞપુરુષ કષાયરહિત છે. એ સામાન્ય માણસો જાણી શકે એમ બને નહિ તેથી તે સંપૂર્ણ વીતરાગ ન હોય, ઘણા માણસો એમ ન જાણે, માટે તે વીતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન માણસો સિદ્ધ કરતા નથી, કબુલ કરતા નથી, સ્વીકારતા નથી.
અત્યારે લઈએ કે જૈન સંપ્રદાયની સંખ્યા ઓછી થઈ ગઈ. બીજા સંપ્રદાયોમાં મનુષ્યની સંખ્યા બહુ મોટી જોવામાં આવે છે. તો જે સંપ્રદાયમાં ઘણી મોટી સંખ્યા હોય એ સંપ્રદાય સાચો. જેમાં સંખ્યા ઘટી ગઈ હોય એ સંપ્રદાય ખોટો. એવું વિચારવાન માણસો સ્વીકારતા નથી. અત્યારે સૌથી વધારે ક્રિશ્ચયન છે. ત્યારપછી અત્યારે જગતમાં મુસલમાનોનો નંબર લાગે છે. આપણો જૈનોનો તો વીસમો નંબર પણ લાગવો મુશ્કેલ છે. અને એમાં પણ જૈનત્વ સમજનારા તો આંગળીના વેઢે ગણાય એવા નીકળે એવું છે. તો બહુ થોડા છે માટે એનો અભિપ્રાય બરાબર નહિ અને ઘણા છે એનો અભિપ્રાય બરાબર. એવું સત્ય-અસત્યનો નિર્ણય કરવામાં ધોરણ અપનાવી શકાય નહિ. એ ધોરણથી કોઈ અભિપ્રાય બાંધવો જોઈએ નહિ.
એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી; કેમકે બાહ્ય ચેષ્ટથી આત્મદશાની સર્વથા સ્થિતિ સમજાઈ શકે એમ ન કહી શકાય.’ બહારના વલણથી, બહારની વર્તણુંકથી એના આત્માની દશા કેવી છે એ સર્વથા એટલે પૂરેપૂરી એની સ્થિતિ સમજાય જાય એવું કહી શકાય એવું નથી. એ વખતે પણ જીવે તર્ક કર્યો છે. આ વીતરાગ થઈ ગયા પછી આ સમવસરણનો વૈભવ એમને શું કરવા હોવો જોઈએ ? ૩૪ અતિશય હોય છે ને ? આવી બધી એમને શું જરૂર છે? એમને તો જંગલમાં ગમે ત્યાં રહીને ઉપદેશ દેવો હતો. પણ એમનો એ વિકલ્પ નથી. વિકલ્પ કોઈ બીજાનો છે. અને તે પણ એમને કાંઈ લાગતું-વળગતું નથી. એ તો પાંચસો ધનુષ ઊંચે આકાશમાં બિરાજે છે. સમવસરણ-ધર્મસભા તો પાંચસો ધનુષ ઊંચે છે.
શ્રી સુંદરદાસે આત્મજાગૃતદશામાં “શૂરાતનભંગ' કહ્યું છે. અંગ (એટલે એવા પ્રકરણો લખ્યા હશે. એમાં એક શૂરાતન માટેનું પ્રકરણ લખેલું છે. “શ્રી સુંદરદાસે આત્મજાગૃતદશામાં “શૂરાતનભંગ' કહ્યું છે તેમાં વિશેષ ઉલ્લાસપરિણતિથી શૂરવીરતાનું નિરૂપણ કર્યું છે –' બહુ સારું વર્ણન કર્યું છે એમ કરીને પોતે એમનું એક પદ ટાંક્યું છે. શોધવા માટેનો ૨૧-૧૧ એમનો આંક છે. એટલે ૨૧મું પ્રકરણ હશે અને ૧૧મું આ પદ હશે. એ ગ્રંથ કેટલો મોટો હશે એ