________________
૨પર
રાજહૃદય ભાગ-૧૩ પૂજ્ય ભાઈશ્રી :- આત્મકલ્યાણ માટે જાવ છું અને આત્મકલ્યાણ કરી લેવું છે. આત્મકલ્યાણ કરવા માટે આ ઉત્કૃષ્ટ નિમિત્ત છે. એની મારે ઓળખાણ કરવી જોઈએ, ઓળખાણ માટેનો પ્રયત્ન કરવો જોઈએ, એ વાત હોતી નથી. પણ અત્યારની જિંદગીમાં જુઓને ! ઓળખવાનો પ્રયત્ન કેવી રીતે કર્યો છે અને કેટલો કર્યો છે અને કયારે કર્યો છે?
મુમુક્ષુ – વર્તમાન ઉપરથી બધું અનુમાન લાગી શકે છે.
પૂજ્ય ભાઈશ્રી :- લાગી શકે છે. જો અત્યારે આ જિંદગી એમ ગઈ છે તો આવી અનંત જિંદગીઓ આમ જ ગઈ છે એ વાત સમજી શકાય એવી વાત છે.
શું કહે છે? “સર્વ કષાયનો અભાવ, દેહધારી છતાં પરમજ્ઞાનીપુરુષને વિષે બને.... જિનેન્દ્ર. એ પ્રકારે અમે લખ્યું તે પ્રસંગમાં “અભાવ' શબ્દનો અર્થ “ક્ષય' ગણીને લખ્યો છે. જગતવાસી જીવને રાગદ્વેષ ગયાની ખબર પડે નહીં.” બધા જગતના જીવોને કાંઈ એની ખબર પડતી નથી કે આ જીવને રાગ-દ્વેષ ચાલ્યા ગયા છે. બાકી જે મોટા પુરુષ છે.” એટલે કે એ Line ના જાણકાર છે, મહાપુરુષ છે, મોટા પુરુષ છે તે જાણે છે કે આ મહાત્માપુરુષને વિષે રાગદ્વેષનો અભાવ કે ઉપશમ વર્તે છે...' ઉપશમને પણ કયારેક અભાવ કહેવાય છે. કેમકે ત્યાં ઉદય નથી ને ? એટલે ઉદયનો અભાવ ગણીને ઉપશમને પણ અભાવ કહેવામાં આવે છે. એટલે ચતુર્થ ગુણસ્થાને પ્રથમમાં પ્રથમ અભાવ થાય છે. ભલે ક્ષાયિકસમ્યગ્દર્શન ન થાય તો પણ અભાવ ગણવામાં આવ્યો છે.
મહાત્માપુરુષને વિષે રાગદ્વેષનો અભાવ કે ઉપશમ વર્તે છે, એમ લખી આપે શંકા કરી કે જેમ મહાત્માપુરુષને જ્ઞાની પુરુષો અથવા દઢ મુમુક્ષુ જીવી જાણે છે...” જુઓ ! એટલું તો સોભાગભાઈ પોતે પણ લખે છે કે એવા મહાત્મા પુરુષને બીજા જ્ઞાનીપુરુષો જાણે અથવા જે દઢ મુમુક્ષુ હોય, યોગ્યતાવાળા મુમુક્ષુ હોય તે જાણે “તેમ જગતના જીવો શા માટે ન જાણે ?' આવી શંકા જ્યારે કરી એમાં બે વાત તો શંકામાં રાખી દીધી કે, જ્ઞાનીપુરુષો જાણે એવા મહાત્માઓને અથવા દઢ મુમુક્ષુઓ ઓળખી લે. પણ બીજા કેમ ઓળખતા નથી ? આવો એક પ્રશ્ન પોતે વિષય છેડવાને માટે ઊભો કર્યો છે.
મુમુક્ષુ:- પોતે નિર્ણય કર્યો છે?
પૂજ્ય ભાઈશ્રી - સોભાગભાઈએ પોતે આટલો તો નિર્ણય કર્યો છે. અને વધારે એ વિષયને છેડવા માટે પોતે પ્રશ્ન મૂક્યો છે. પછી એનો ઉત્તર આપે છે કે,