________________
પત્રક-૬ ૭૭.
૨૭૫ વાણી નિષ્ફળ જતી નથી. કોઈ જ્ઞાનીથી બીજા જ્ઞાની પાકી જાય છે. જેમ બહેનશ્રીનો ઉદ્દભવ થયો, “સોગાનજીનો ઉદ્દભવ થયો. એમ અહીંયાં સોભાગભાઈનો ઉદ્દભવ થઈ ગયો છે. એમની વાણી ખાલી નથી ગઈ. અને એવું કોઈ હોનહાર હોય છે, કોઈ જીવનું પરમકલ્યાણ થવાનું કારણ હોય છે એટલે એમનું હૃદય છે એ બહાર, જ્ઞાની પુરુષોનું હૃદય બહાર આવે છે અને એ રહસ્ય બહાર ખુલ્લું થાય છે.
એ તો ગુરુદેવ’ તો સ્પષ્ટ કહેતા કે, ભાઈ ! આ તો એક એવી નદી વહે છે કે જેમાં મોતીઓ તણાય છે. પાણીના પ્રવાહ સાથે મોતીઓનો પણ પ્રવાહ છે. ભાગ્યવાન કર વાવરે.’ વાવરે શબ્દ કાઠિયાવાડી છે. હાથ આમ રાખે ત્યાં મુઠી ભરીને મોતી હાથમાં આવે. એક ખાલી હાથ આડો રાખે ત્યાં પ્રવાહની અંદર હાથ, વચ્ચે રાખે તો મુઠી ભરાય જાય મોતીની. “ભાગ્યવાન કર વાવરે એની મોતીયે મુઠીયું ભરાય.” અને પછી બીજું જોડતા કે, “અપાત્ર જીવો હોય એ કર હાથમાં રાખે તો એનું શંખલે મુઠીયું ભરાય.” એના હાથમાં કાંઈ ન આવે. શંખલાનું શું ઊપજે? કે એનો કાંઈ એક પૈસો પણ કોઈ આપે નહિ. એવું છે. ભાગ્યવાન એટલે પાત્રતાવાન જીવો. મળે તો ઘણું એમાંથી મળે એવું છે. લે તો. નહિતર એમાં કાંઈ હાથમાં આવે એવું નથી.
તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સંયોગોને વિષે તે જિજ્ઞાસુ વર્તતો ન હોય, તે ઉપદેશ વિસ્તારથી કર્યું પણ ગ્રહણ કરવાનું તેને વિષે તથારૂપ યોગ્યપણું ન હોય....” એવી યોગ્યતા ન હોય તો જ્ઞાનીપુરુષ તે જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપપણે પણ વર્તે છે;” તો એની ભાષા છે એ સંકોચાય જાય છે કે આને અત્યારે કાંઈ લાગેવળગે એવું છે નહિ. આને કહેવાનો કાંઈ અર્થ નથી. હજી એનો કાળ પાક્યો લાગતો નથી. એમ સમજીને પોતે એ વિષયને ગોપવી જાય છે. એવો એક પ્રકાર છે. બીજો પ્રકાર નીચે કહેશે... વિશેષ કહેશે)