________________
પત્રાંક-૬૭૭.
૨૭૯ ઉપર પોતાના વિચારોનો પ્રકાશ પાડે છે.
સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી. કેટલાકને તો એવા સંયોગો હોય, કેટલાકને એવા સંયોગો ન હોય કે આપણે ઉપાધિ કરવી નથી. ચાલો ત્યાગ કરીને બેસી જાવ. તો એથી ત્યાગ કરવાથી કાંઈ ઉપાધિરહિત થઈ જાય છે એવું કાંઈ બનતું નથી.
કેમકે જ્યાં સુધી અંતરપરિણતિ પર દૃષ્ટિ ન થાય.” અંતરપરિણતિ પર દૃષ્ટિ ન થાય “અને તથારૂપ માર્ગે ન પ્રવતય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર થાય છે...' ભલે દીક્ષા લીધી હોય. પણ જ્યાં સુધી એને પોતાના પરિણામ ઉપર દૃષ્ટિ ન આવે કે મારા પરિણામ સુધરી રહ્યા છે ? પોતાના સ્વનું જ લક્ષ ન હોય કે, આમ કરતા મારા પરિણામમાં શું ફેર પડ્યો ? કે મેં ત્યાગ કર્યો, દીક્ષા લીધી એવું મને અહંપણું થયું? ફાયદો થયો કે નુકસાન થયું ? કે અસત્ ક્રિયાનો આગ્રહ કર્યો ? એવું કાંઈ કર્યું ? કે કોઈ મારા પરિણામની અંદર શુદ્ધિ પ્રગટી ? વિશુદ્ધિ થઈ ? શું થયું આમાં ? એવી કોઈ પોતાના પરિણામ ઉપર દૃષ્ટિ જ ન હોય કે અંતર પરિણતિ સુધરે છે કે બગડે છે, એ જાતનો અવલોકનનો અભ્યાસ પણ ન હોય.
“અને તથારૂપ માર્ગે ન પ્રવતયિ ત્યાં સુધી...” એવી યોગ્યતા, માર્ગમાં પ્રવેશ કરવાની યોગ્યતા પણ ન હોય. ત્યાં સુધી એ સર્વસંગપરિત્યાગ કરી બેસે, દીક્ષા આદિ ગ્રહણ કરે પણ નામમાત્ર થાય છે. બધા એને સાધુ કહે પણ) નામમાત્ર હોય છે. ખરેખર આત્માનું કોઈ સાધન સાધે એવી પરિસ્થિતિ એના આત્માને વિષે કાંઈ હોતી નથી. “અને તેવા અવસરમાં પણ અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે. પછી તો પોતે બીજા કરતા ઊંચા પદમાં આવી ગયો. બીજા બધા વંદન-નમસ્કાર (કરે), મોટા-મોટા માણસો પણ સમાજમાં વંદન-નમસ્કાર કરે. એવા અવસરમાં અંતર પરિણતિ ઉપર એને દૃષ્ટિ દેવાનું ભાન પણ જીવને આવતું નથી. બહુ બહુ તો પછી પોતે ઉપદેશક થઈ જાય. બે વાત સમજી હોય, સાંભળી હોય, મંડે કહેવા. પોતાના પરિણામ ઉપર એને અંતરપરિણતિમાં શું થાય છે એના ઉપર એનું લક્ષ જાય, દૃષ્ટિ દેવી એટલે અહીંયાં એનું લક્ષ પણ જતું નથી કે મારું શું ? હું ક્યાં છું? પછી તો એ અવસર જ ખલાસ થઈ જાય છે. પછી એ પોતે સમાજના કોઈ ઉપદેશકના સ્થાને બેસી જાય છે એટલે પોતાના પરિણામ ઉપર એનું જરાપણ લક્ષ જતું નથી. એવો પ્રસંગ થઈ જાય છે. અને કઠણ છે. પછી તો