________________
૨૭૩
પત્રાંક-૬૭૭. વિસ્તારથી તમે મને હિતવચન લખી શકો અને આ જિજ્ઞાસાથી આ બધું વિવેચન મેં મારા દોષોનું કર્યું છે કે હજી પણ આ આત્માને આવા આવા દોષ થાય છે. દોષ કાઢવાની નિર્મળ અને ચોખ્ખી વૃત્તિના આમાં દર્શન થાય છે કે આને નિર્દોષ થાવું છે હવે. હવે આને દોષમાં રહેવા દેવા નથી. એવો એનો જે અભિપ્રાય છે એ અનુસાર એ પ્રવૃત્તિ કરતા હોય છે. અને તે વિષે સંક્ષેપમાં નીચે લખ્યાથી વિચારશો - એ વિષયની અંદર સંક્ષેપમાં આ મારો પત્ર છે.
મુમુક્ષુ - આવો અભિપ્રાય હોય તો જ દોષ જાય?
પૂજ્ય ભાઈશ્રી:- તો જ દોષ જાય. જ્યાં સુધી જીવને દોષ છુપાવવા છે, ત્યાં સુધી જીવને દોષનું રક્ષણ કરવું છે, સંરક્ષણ કરવું છે. અને જ્યાં સુધી જીવ પોતે અનંત શક્તિનો ધણી પોતાના દોષને ટકાવવા અને રાખવા માગે છે, એનું રક્ષણ કરવા માગે છે, અને બીજો કોણ મટાડી શકે ? એને તો વીતરાગ પણ ન મટાડી શકે. એનો કોઈ બીજો ઉપાય નથી. પોતે કાઢવા તૈયાર થાય ત્યારે ખરેખર મુમુક્ષતા પ્રગટે છે, ત્યારે યોગ્યતા પ્રગટે છે અને પછી જ એ દોષ નીકળવાની શરૂઆત થાય છે. પછી એ માર્ગની-દોષ કાઢવાની શરૂઆત થાય છે. ત્યાં સુધી દોષ યથાર્થ પ્રકારે જતા નથી.
પ્રારબ્ધોદયથી જે પ્રકારનો વ્યવહાર પ્રસંગમાં વર્તે છે, તે પ્રત્યે દૃષ્ટિ દેતાં જેમ પત્રાદિ લખવામાં સંક્ષેપતાથી વર્તવાનું થાય છે, તેમ વધારે યોગ્ય છે, એવો અભિપ્રાય ઘણું કરીને રહે છે. આ પોતાની વાત લખી છે કે વર્તમાન પ્રારબ્ધના ઉદયથી જે પ્રકારનો વ્યવહાર ઉદયકાળે પ્રસંગમાં વર્તે છે તે પ્રત્યે દૃષ્ટિ દેતાં....” એટલે એનો વિચાર કરતાં જેમ પત્રાદિ લખવામાં સંક્ષેપતાથી વર્તવાનું થાય છે...” પત્ર પણ સંક્ષેપપણે લખવાનું થાય તેમ વધારે યોગ્ય છે, એવો અભિપ્રાય. પણ એ અભિપ્રાયને કારણે એ પ્રવૃત્તિ સંક્ષેપવાળી રહી છે. પત્ર સંક્ષેપમાં લખવા એવો અભિપ્રાય હોવા છતાં ૯૦૦થી ઉપરાંત પત્રોનો ગ્રંથ થયો છે. વિસ્તારથી લખ્યો હોત તો કેટલું થઈ જાત? લગભગ આવું એક બીજું પુસ્તક થઈ જાત. આ તો એમનો અભિપ્રાય છે કે પત્રાદિ લખવામાં સંક્ષેપતાથી વર્તવું. અને તે યોગ્ય લાગ્યું છે એટલે એમ કરું છું. અભિપ્રાયમાં એ વાત બરાબર છે.
મુમુક્ષુ :- બધા પત્રો તો મળ્યા નથી.
પૂજ્ય ભાઈશ્રી :- હા. બધા મળ્યા નથી તોપણ. સંક્ષેપમાં લખાયેલા પાછા બધા નથી મળ્યા. એટલે બધા સો એ સો ટકા મળે એવું તો બને પણ નહિ. આજે