________________
પત્રાંક-૬૭૪
૨૫૭
અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી,...' એવું અંતરાત્મપણું એ લોકોનો - બાહ્યદૃષ્ટિવાન જીવોનો વિષય નથી. એ સંબંધીમાં એ વિષયની અંદર બાહ્યદૃષ્ટિ જીવોને કાંઈ ખબર પડે એવું નથી. એ વિષયથી અજાણ્યા છે એમ કહેવું છે. અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી....' એવી એમને અનુભવમાં વાત આવી નથી. જગતવાસી જીવોને માત્ર બહિષ્ટિ છે અને આત્મામાં શાનદશા અને વીતરાગદશા કેવી થાય એ પ્રકારનો અનુભવ એમને દિ થયો નથી. એટલે એ વાત એમના અનુભવ બહા૨ની વાત છે.
તેમ જ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જ્ગતવાસી જીવોને ઘણું કરીને સંસ્કાર નહીં હોવાથી...' એ જ્ઞાનદશાનું અને વીતરાગદશાનું અનુમાન કરી શકે એવી યોગ્યતા નથી અથવા જ્ઞાનમાં એવા પ્રકારના સંસ્કાર લઈને આવ્યા નથી. અહીંયાં એ પ્રશ્ન એટલા માટે લીધો છે કે, કોઈ જીવો એવા હોય છે કે તદ્દન નવા વિષયોમાં પ્રવેશ કરે છે. ભૂતકાળમાં એણે એ વિષયનો અનુભવ ન લીધો હોય, પણ કોઈ પૂર્વ સંસ્કા૨ના કારણે નવા જ વિષયની અંદર પારંગત થઈ જાય. જે તે વિષયમાં એકદમ નિપુણ થઈ જાય. અને એ વિષય એણે પૂર્વે કયારેય પણ એની Practice કરી હોય, એનો અભ્યાસ કર્યો હોય એવું ન બને. પણ કોઈ પૂર્વ સંસ્કારને કા૨ણે એવો ઉઘાડ થઈ જાય. તો કહે છે, જગતવાસી જીવોને એવા પૂર્વ સંસ્કાર પણ નથી કે જ્ઞાનદશાને કે વીતરાગદશાને એ ઓળખી શકે. તેમ વર્તમાન યોગ્યતા નથી. એ જાતની વર્તમાન યોગ્યતા પણ નથી. એ નહીં હોવાથી જ્ઞાની કે વીતરાગને તે ઓળખી શકતા નથી.’ આ કારણથી ઓળખી શકતા નથી. જુઓ ! પહેલું પડખું એ લીધું છે. ઓળખવાની લાયકાત છે કે નહિ એ પહેલી વાત લીધી છે. એ જાતનો અનુભવ નથી, એવું અનુમાન કરવાની યોગ્યતા નથી, એવું કોઈ પૂર્વથી જ્ઞાન લઈને પણ જીવો આવ્યા નથી કે જ્ઞાનીને કે વીતરાગને ઓળખે.
‘કોઈક જીવ...’ તો પછી હવે કોણ ઓળખે છે ? ઓળખે છે તો કોણ જીવ ઓળખે છે ? કે કોઈક જીવ સત્સમાગમના યોગથી....' સત્સમાગમમાં જ્ઞાનદશા, વીતરાગદશા એની ચર્ચા, પરિચર્ચા એ વિષયને સમજવાનો પ્રકાર સત્સમાગમની અંદર વિચારવામાં આવે છે, સમજવામાં આવે છે. એટલે ‘કોઈક જીવ સત્યમાગમના યોગથી, સહજ શુભકર્મના ઉદયથી... એ પ્રકારનો એનો શુભકર્મનો એટલે ખરેખર તો એને આત્માની ઉન્નતિનો ક્રમ છે અહીંયાં. શુભકર્મનો એટલે અહીંયાં કર્મપ્રકૃતિનો ઉદય નથી લેવો. પણ યોગાનુયોગ થાય તો