________________
પત્રાંક-૬૭૪
૨૬૩ જેમ અંધકારને વિષે પડેલા પદાર્થને મનુષ્યચક્ષુ દેખી શકે નહીં...” અંધારું હોય તો શું શું પડ્યું છે એ દેખી ન શકે. તેમ દેહને વિષે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગતદૃષ્ટિ જીવ ઓળખી શકે નહીં. પદાર્થ અંધારામાં પડ્યો છે તો પદાર્થને આડે અંધારું એક પડદો થઈ ગયો. એમ આત્મા છે એને આડે શરીરરૂપી એક પડદો થઈ ગયો. શરીરને જોવે પણ આત્માના ભાવને ન જોઈ શકે. એમ. જેમ અંધકારને વિષે પડેલા પદાર્થને મનુષ્યચક્ષુ દેખી શકે નહીં, તેમ દેહને વિષે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગતષ્ટિ જીવ ઓળખી શકે નહીં. એ શરીરને જોવે છે. આંખ બંધ કરીને અથવા અડધી આંખ ખૂલી છે એ રીતે વીતરાગદેવની સ્થાપના છે. અને કોઈ માણસ એવી રીતે આંખ બંધ કરીને બેસે કે સૂતા હોય ત્યારે આંખ સહેજે બંધ હોય, બેઠા બેઠા કોઈ ઊંઘી જાય તો આંખ બંધ હોય તો આને જોવે અને આને જોવે એમાં જગતષ્ટિ જીવોને કઈ ફેર નથી દેખાતો. એ રીતે તો માણસની દશા થાય છે. એ તો ઊંઘતા હોય તો એવી રીતે દેખાય. વીતરાગભાવને કેવી રીતે ઓળખવા ? આ તો દેહને જોયો એમણે. અંદરના વીતરાગભાવને કેવી રીતે ઓળખવો ? એ આખો બીજો વિષય છે, એમ કહેવું છે.
“તેમ દેહને વિષે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગતદષ્ટિ જીવ ઓળખી શકે નહીં. ફરીને. “જેમ અંધકારને વિષે પડેલો પદાર્થ મનુષ્યચક્ષુથી જોવાને બીજા કોઈ પ્રકાશની અપેક્ષા રહે છે. એ અંધારામાં જો બેટરી મળી હોય, હાથમાં દીવો હોય, ફાનસ હોય તો એ ત્યાં શું પડ્યું છે એનો ખ્યાલ આવે. બીજા પ્રકાશની અપેક્ષા રાખે છે. આંખ હોવા છતાં બીજા પ્રકાશની એમાં અપેક્ષા રહે છે. તેમ જગતદષ્ટિ જીવોને... સમજણ તો છે, બુદ્ધિ તો છે એમ કહે છે. તેમ જગતદષ્ટિ જીવોને “જ્ઞાની કે વીતરાગના ઓળખાણ માટે વિશેષ શુભસંસ્કાર અને સત્સમાગમની અપેક્ષા યોગ્ય છે. કાં તો એને સત્સમાગમ હોવો જોઈએ, કાં તો એની કોઈ યોગ્યતા એવી હોવી જોઈએ કે જે જ્ઞાની પુરુષને કે વીતરાગભાવને ઓળખી શકે. ગમે તે ઓળખી શકે, બધા ઓળખી શકે એ તો પરિસ્થિતિ છે જ નહિ. અને એને જ્ઞાન છે, સમજણ છે, બુદ્ધિ છે માટે ઓળખી શકે એમ પણ નથી. યોગ્યતા હોવી જરૂરી છે, એમ કહે છે. એ બીજો પ્રકાશ થયો. જેમ આંખ હોવા છતાં અંધકારવાળાને Battery જોઈએ એમ બુદ્ધિ હોવા છતાં યોગ્યતા વિશેષ જોઈએ, સત્સમાગમ જોઈએ અને તો જ એ જ્ઞાનીને ઓળખી શકે છે. એવી અપેક્ષા યોગ્ય છે.