________________
૨૦૦
રાજહૃદય ભાગ-૧૩ લખી છે. કેટલોક વિષય જાણવાનો છે. પણ પહેલા જે બે Paragraph છે એમાં જ્ઞાનીપુરુષની વાણીનો વિષય (છે), જે વાણી ઉપરથી જ્ઞાનીપુરુષ ઓળખાય, ઓળખાણ કરી શકાય એ વાણીના શું લક્ષણો છે ? શું ચિહ્નો છે એ વિષયની બહુ સારી ચર્ચા ૬૭૯માં કરી છે. ઘણું કરીને એનો ઉત્ત૨ ૬૭૯ હોવો જોઈએ. અત્યારે યાદી કરી લ્યો. કાંઈ વાંધો નહિ.
મુમુક્ષુ :– ‘સોભાગભાઈ’ને...
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ મળે તો ઇ લઈએ, એ બરાબર છે. હા, ઠીક છે. યાદી ક૨વામાં વાંધો નહિ. લખેલા પ્રશ્નોનું સમાધાન. પ્રશ્નો શું છે એ તો ‘સોભાગભાઈ’ના પત્રોમાં રહી જાય છે. ઉત્તર આમાં આવે છે.
પત્રાંક-૬૭૭
મુંબઈ, ચૈત્ર સુદ ૧, વિ, ૧૯૫૨ કાગળ પહોંચ્યો છે. સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે. વિસ્તારથી હિતવચન લખવાની જિજ્ઞાસા જણાવી તે વિષે સંક્ષેપમાં નીચે લખ્યાથી વિચારશો :
પ્રારબ્ધોદયથી જે પ્રકારનો વ્યવહાર પ્રસંગમાં વર્તે છે, તે પ્રત્યે દૃષ્ટિ દેતાં જેમ પત્રાદિ લખવામાં સંક્ષેપતાથી વર્તવાનું થાય છે, તેમ વધારે યોગ્ય છે, એવો અભિપ્રાય ઘણું કરીને રહે છે.
આત્માને વાસ્તવ પણે ઉપકારભૂત એવો ઉપદેશ કરવામાં શાનીપુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા યોગ્ય છે, તથાપિ બે કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાનીપુરુષો વર્તે છે ઃ (૧) તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સંયોગોને વિષે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય, અથવા તે ઉપદેશ વિસ્તારથી કર્યે પણ ગ્રહણ કરવાનું તેને વિષે તથારૂપ યોગ્યપણું ન હોય, તો જ્ઞાનીપુરુષ તે જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપપણે પણ વર્તે છે; (૨) અથવા પોતાને બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતાં પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્યમાર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ