________________
૨૬૫
પત્રાંક-૬૭૪ પરમભક્તિથી નમસ્કાર હો !” દેહ હોવા છતાં. આવી ભક્તિ યોગીન્દ્રાચાર્યદિવે પરમાત્મપ્રકાશમાં કરી છે. આપણે જે દ્રવ્યદૃષ્ટિપ્રકાશના બીજા ભાગમાં ગુરુદેવનું પ્રવચન લીધું છે એમાં એ ગાથા છે કે, જિનેન્દ્રદેવ કેવા છે ? કે, જે દેહમાં રહ્યા છતાં જેણે ઉત્પાદ વ્યય વિનાનો આત્મા જોયો છે એટલે ધ્રુવ આત્મા જોયો છે. દેહમાં રહીને સિદ્ધ થઈને જોયો છે એમ નથી, સિદ્ધ થયા પહેલા જોયો છે એમ કરીને એ વાત કરી છે. એમ અહીંયાં પણ દેહધારીપણું લીધું છે.
જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાયરહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો !” તે મહાત્માને નમસ્કાર હો એટલું જ નહિ. તે મહાત્મા વર્તે છે તે દેહને. પણ નમસ્કાર હો. દેહ તો જડ છે ને, પ્રભુ ! એ દેહને પણ નમસ્કાર કરવા યોગ્ય છે. તે દેહને નમસ્કાર હો. તે ભૂમિને..નમસ્કાર હો. જ્યાં એમના ચરણસ્પર્શ થયા છે એ ભૂમિને પણ નમસ્કાર હો. એ “ઘરને...” જ્યાં તેમણે નિવાસ કર્યો છે એવા એમના નિવાસસ્થાનને પણ નમસ્કાર હો, તે “માર્ગને નમસ્કાર હો. જે માર્ગે એ વિચર્યા છે, જે માર્ગે એ સંચર્યા છે એ માર્ગને પણ નમસ્કાર હો. તે આસનાદિ સર્વને નમસ્કાર હો? અને જે આસન ઉપર એ બેઠા છે એ આસનને નમસ્કાર હો. પેલા તો કહે, ફોટાને પગે ન લાગવું..
એ વાત નીકળી એ અરસામાં પૂજ્ય બહેનશ્રી દર્શન કરવા નીકળે ત્યારે ગુરુદેવના નિવાસ્થાનનો જે Room હતો એ Roomમાં પણ જાય અને ગુરુદેવ જે આસન ઉપર બેસતા હતા એને પણ નમસ્કાર કરતા હતા. પોતે જ્ઞાની છે. મુમુક્ષ હોય તો એમ કહે કે ભાઈ ! એને મિથ્યાદષ્ટિપણું છે એટલે ખબર નહિ પડતી હોય. આ તો જ્ઞાની છે. એવી વાત છે. જ્ઞાનીને એટલું બહુમાન સપુરુષ ... જ્ઞાનીને હોય છે. મુમુક્ષુને હોય એમાં તો કાંઈ મોટી વાત નથી. પણ જ્ઞાનીને કેટલું બહુમાન હોય છે. એ પોતે એમ કહે છે કે, તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો! નમસ્કાર હો નમસ્કારની વાત ચાર વખત લીધી છે. એ રીતે જ્ઞાની પુરુષની ઓળખાણનો વિષય લઈને દેહધારી મહાત્માને નમસ્કાર કર્યા છે કે જેમણે અજ્ઞાન અને કષાયનો ક્ષય કર્યો છે, અભાવ કર્યો છે. એને નમસ્કાર કર્યા છે.
મુમુક્ષુ - સર્વ અજ્ઞાન અને સર્વ કષાય લીધા, એ તેરમા ગુણસ્થાનના ? પૂજ્ય ભાઈશ્રી:- હા, એ વીતરાગમાં લીધું છે. એમણે વીતરાગમાં લીધું છે.