________________
પત્રક-૬ ૭૪.
૨૫૯ જેમકે “કૃપાળુદેવે અન્યમતિઓની વાત માગનુસારીની લીધી છે. આ સુંદરદાસની વાત લીધી, લ્યોને. તો જેની વિચારદશા અને જ્ઞાનદશા આટલી બધી ઊંડી છે એ આવી કોઈ ભૂલ કરે, સ્થૂળ ભૂલ કરે એ વિચારવા યોગ્ય નથી. જે કાંઈ એમના નિર્મળજ્ઞાનમાં ભાસે છે અને નિર્મળજ્ઞાનમાં આવે છે એમાં ફેર પડતો નથી. એવો પ્રકાર. જો એને પ્રતીતિ આવી હોય તો ખસે નહિ. દઢ મુમુક્ષતામાં એ પ્રતીતિ આવી હોય તો એને ક્યારેય શંકા ન પડે, કોઈ વચનમાં શંકા ન પડે, કોઈ ઉદયમાં, કોઈ પ્રવૃત્તિમાં ક્યાંય શંકા ન પડે એવી એક સ્થિતિ થાય છે.
તથાપિ ખરેખરું ઓળખાણ તો દઢ મુમુક્ષતા પ્રગટ્ય, તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કર્યું.” “તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કર્યું...” એક પગલું વધારે લીધું. એવા જ્ઞાનીપુરુષના સત્સમાગમમાં એ જીવ આવ્યો હોય, એના ઉપદેશનું અવધારણ કર્યું હોય, ઉપદેશને અંગીકાર કર્યો હોય. એટલી યોગ્યતા વિશેષ હોય. ખાલી સાંભળ્યું હોય, જાણ્યું હોય, વિચાર્યું હોય નહિ, ઉપદેશને કોઈ અંશે પરિણમાવ્યો હોય. એવા પ્રયોગમાં અને પુરુષાર્થમાં જીવ આવ્યો હોય. અને આગળ વધીને અંતરાત્મવૃત્તિ પરિણમે અને પોતાની સન્મુખ થવા સુધીની યોગ્યાતમાં આવી ગયો હોય, કે પોતાનો જે આત્મા છે એની અંતર્મુખ થવામાં એને સૂઝ આવે, કે આમ અંતર્મુખ થવાય છે, હવે આ પુરુષાર્થ કરવા યોગ્ય છે, આ જ આત્માર્થ છે, આ રીતે આત્માર્થ સિદ્ધ થાય છે. આત્માર્થમાં આ રીતે કાર્ય થાય છે અને આત્માનું પ્રયોજન આ રીતે પામી શકાય છે. એ વગેરે જે પ્રકારમાં આવે ત્યારે એને અંતરાત્મવૃત્તિ પરિણમી છે. એટલે અંતરાત્મા થવાનો છે હવે. એ વૃત્તિએ કરીને શું થવાનો છે ? એ પોતે અંતરાત્મા થવાનો છે. એવી જે અંતરાત્મવૃત્તિ પરિણમે.
જીવ જ્ઞાની કે વીતરાગને ઓળખી શકે. આવી સ્થિતિમાં આવે ત્યારે ઓળખી શકે. કયો જીવ જ્ઞાનીને ઓળખી શકે એ વિષય ઉપર પોતે પ્રકાશ પાડ્યો છે. જ્ઞાનીને ઓળખવાનું ફળ બહુ મોટું છે, એનું ફળ સમ્યગ્દર્શનથી માંડીને નિર્વાણપદ સુધીનું છે. અને જ્ઞાનીને ઓળખવા જોઈએ એવી મુમુક્ષુની ભાવના પણ થાય કે જ્ઞાનીની ઓળખાણ કરવી જોઈએ, એની ઓળખાણ થાય તો સારું. પણ પોતાની યોગ્યતા કેવી થાય તો ઓળખાણ થાય, એ વાતનો ખુલાસો, સ્પષ્ટીકરણ આ જગ્યાએ એમણે આપ્યો છે. ૬૭૪ નંબરના પત્રમાં એ વાત એમણે આપી છે.
કેટલા મુદ્દા લીધા, જુઓ ! સત્સમાગમના યોગથી અને એવી કોઈ