________________
૨૫૮
રાજહૃદય ભાગ-૧૩ એ પુણ્યયોગ છે અને ઓળખાણ થાય તો એ આત્મા ઉન્નતિના ક્રમમાં આવ્યો છે એમ સમજવા યોગ્ય છે. એટલે એનું હોનહાર સારુ હોવાથી. “સત્સમાગમના યોગથી, સહજ શુભકર્મના ઉદયથી, તથારૂપ કંઈ સંસ્કાર પામીને...” એવી કોઈ યોગ્યતા એનામાં આવે. જ્ઞાનમાં કોઈ એ જાતની પરિસ્થિતિ ઊભી થાય, નિર્મળતા આવે તો એ જ્ઞાનદશાને અથવા વીતરાગદશાને ઓળખી શકે અથવા પરખી શકે એવી ક્ષમતા આવે.
તથા૩૫ કઈ સંસ્કાર પામીને જ્ઞાની કે વીતરાગને યથાશક્તિ ઓળખી શકે...' જ્ઞાનીને ઓળખે અથવા વીતરાગને ઓળખે. યથાશક્તિ એટલે પોતાની યોગ્યતા અનુસાર. પૂરેપૂરા ન પણ ઓળખે. એને એમ લાગે કે આ જ્ઞાની હોવા જોઈએ, જ્ઞાની તો આવા હોય એવો એને કાંઈક વિશ્વાસ આવે, એવી કાંઈક સમજણ આવે, યથાશક્તિ ઓળખી શકે. સામાન્યપણે.
હવે એવી ઓળખાણ હોય છે કે ત્યારે એને જ્ઞાની છે એમ લાગે તોપણ એનો નિશ્ચય રહેવો એ કઠણ છે. નિશ્ચય ન રહે. એને લાગે ખરું કે આ લાગે છે તો જ્ઞાનીપુરુષ પણ એને નિશ્ચય ન રહે. કોઈ એવો પ્રસંગ બને, કોઈ એનો એવો ઉદય જોવે (એટલે) ક્યાંયને ક્યાંય એને એ નિશ્ચય બદલવાની પરિસ્થિતિ એટલે સ્થિર દઢ નિશ્ચય ન આવી શકે. જે નિશ્ચયમાં ટકી શકે એવી દઢતા (ન રહે. નિશ્ચય થવો અને એ નિશ્ચયમાં દઢતાથી ટકવું. બે જુદી જુદી વાત છે.
મુમુક્ષુ - દૃષ્ટિ બહાર છે એટલે?
પૂજ્ય ભાઈશ્રી :- હા, દૃષ્ટિ બહાર છે અને કોઈક જીવને કાંઈક યથાશક્તિ થોડીઘણી ઓળખાણ આવે છે તો એટલી દઢતા નથી આવતી. એટલે ક્યારેક સ્વીકારે છે અને ક્યારેક એને વળી એમ થાય છે કે આમાં કાંઈક બરાબર નથી લાગ્યું. આ વાત બરાબર નહિ. આ બરાબર પણ આ બરાબર નહિ. એવું પણ એને થયા કરે છે.
તથાપિ ખરેખરું ઓળખાણ તો દઢ મુમુક્ષતા પ્રગટ્ય, બસ ! અહીંથી વાંધો નથી આવતો. ખરેખરું ઓળખાણ તો દઢ મુમુક્ષતા પ્રગટ્ય....” દઢ મુમુક્ષતા, તીવ્ર મુમુક્ષતા હોય. ખરી ઓળખાણ આવી હોય, સાચી પ્રતીતિ આવી ગઈ હોય એને પછી કોઈ શંકા પડતી નથી. એ નિઃશંક થાય છે. ગમે તે વાતમાં એને નિઃશંકતા આવે છે કે હું ઓળખું છું, એ ગમે તે વાત ગમે તેમ હોય નહિ. જે કોઈ હોય તે સમજણપૂર્વક હોય બીજી રીતે હોઈ શકે નહિ.