________________
પત્રાંક-૬૭૪
૨૫૫
માણસ તેની પરખ કરી શકે. આ સામાન્ય સિદ્ધાંત કાઢ્યો. જેમાં જેનો અનુભવ હોય તેમાં તેનો અભિપ્રાય ચાલે. પણ જેમાં જેનો અનુભવ ન હોય એમાં એનો અભિપ્રાય શું કામ આવે ? એમ જ્ઞાની અથવા વીતરાગોને ઓળખવામાં જેનો અનુભવ નથી એવા જગતવાસી જીવો એને કેવી રીતે ઓળખશે કે સમજી શકશે ? એ વાતને સિદ્ધાંતિક રીતે સ્થાપવા માટે સરવાળે અનુભવ સુધી વાત લઈ આવ્યા છે. વિશેષ કહેશે...
જિનાગમમાં મોક્ષમાર્ગ વ્યવસ્થિતપણે ગુણસ્થાન અનુસાર પ્રતિપાદન કર્યો. છે, પરંતુ તેટલું વ્યવસ્થિત મુમુક્ષુપણું નથી કર્યું. કેમકે તે ભૂમિકામાં યોગ્યતાઅયોગ્યતાના અનેક પ્રકાર છે, જેને લીધે ઉપદેશ પણ અનેકવિધ પ્રકારે પ્રવર્તો છે. પહેલા ગુણસ્થાનમાં મુમુક્ષુને સત્પુરુષના યોગ વિના મુંઝાવુ પડે, તેવો અનુભવ માર્ગના શોધક મુમુક્ષુઓને અવશ્ય થાય છે, કારણકે ઉન્નતિક્રમનું નિયત પ્રતિપાદન ઉપલબ્ધ નથી. તેથી શ્રી જિને તેનો સુગમ ઉપાય એ બતાવ્યો છે કે “એક સત્પુરુષને શોધ અને સર્વભાવ તેને અર્પણ કરી દઈ વર્તો જા.’’
સ્વચ્છંદનો ત્યાગ કરીને સર્વ ભાવે સત્પુરુષની આશા આધિનપણે વર્તવાનો દૃઢ નિશ્ચય અને અભિપ્રાય થતાં જીવ જ્ઞાનીની આશાએ, જ્ઞાનીના માર્ગે ચાલવા તત્પર થાય છે, તેથી તે સુગમપણે સંસાર તરી જઈ શકે છે.
જો કોઈપણ રીતે જીવમાં આટલો વિવેક ઉત્પન્ન થાય તો, તે વિવેક સંપન્નતા સ્વયં જીવના દર્શનમોહને ગાળી, આત્મહિતની અપૂર્વ સૂઝને ઉત્પન્ન કરે છે. અને મહાત્માઓએ જે ક્રમને અનેક પ્રકારે બોધ્યો છે, તેનું પોતાને વિષે અનુસંધાન કરી શકે છે અને પાત્રતા વર્ધમાન થઈ, માર્ગ પ્રવેશ થાય છે. જ્ઞાનમાર્ગે પાત્રતા સંભવિત છે, તથાપિ સ્વચ્છંદ થવાનો અવકાશ (સંભાવના) ઘણો છે.
(અનુભવ સંજીવની-૧૫૨૫)