________________
પત્રાંક-૬ ૭૪
આવો તમારો જે પ્રશ્ન આવ્યો, એનો ઉત્તર આ પ્રમાણે છે.
મનુષ્યાદિ પ્રાણીને જેમ જોઈને ગતવાસી જીવો જાણે છે કે આ મનુષ્યાદિ છે,...’ અહીંથી ઉત્તર શરૂ થાય છે કે બધા મનુષ્યોને જોઈને જગતવાસી જીવો એમ જાણે છે કે આ બધા માણસ જ છે. હું જેમ માણસ છું એમ બીજા બધા પણ મારા જેવા માણસ છે. અને મહાત્માપુરુષો પણ જાણે છે કે આ મનુષ્યાદિ છે,...' હજી પ્રશ્ન જ છે. સમાધાન તો બીજા Paragraph થી આવે છે. એ પદાર્થો જોવાથી બેયનું જાણવું સરખું વર્તે છે,...' મહાત્માપુરુષો પણ માણસને માણસ જાણે છે, બીજા માણસો પણ માણસને માણસ જાણે છે. ગાયને ગાય જાણે છે, ભેંસને ભેંસ જાણે છે, તિર્યંચને તિર્યંચ જાણે છે, પશુ, પક્ષીને એમ જાણે છે. તો પછી ત્યાં સરખું જાણે અને આમાં ભેદ વર્તે છે કે આ વીતરાગ છે અને આ વીતરાગ નથી એમ કેમ થાય છે ? એને પણ સરખું જાણવું જોઈતું હતું. આમાં કેમ ભેદ વર્તે છે. તેવો ભેદ થવાનાં કયા કારણો મુખ્યપણે વિચારવા યોગ્ય છે ?” એવો જે પ્રશ્ન કર્યો. આ પ્રશ્ન છે કે બે વચ્ચે કેમ ભેદ રહે છે ? કે અમુક માણસો ઓળખે, અમુક માણસો ન ઓળખે, જ્ઞાની ઓળખે, તીવ્ર મુમુક્ષુ હોય એ ઓળખે, ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય એ ઓળખે અને બીજા સામાન્ય માણસો કેમ ન ઓળખે ? એ પ્રકારે લખ્યું તેનું સમાધાન :...’ નીચે પ્રમાણે છે.
૨૫૩
મનુષ્યાદિને જગતવાસી જીવો જાણે છે, તે દૈહિક સ્વરૂપથી તથા દૈહિક ચૈષ્ટાથી જાણે છે.’ આ Paragraphમાં જ્ઞાનીની ઓળખાણ વિષેની ચર્ચા આવી છે અને તે એમના જ પ્રત્યુત્તરમાં આવી છે. શ્રીમદ્જી'ના પોતાના શબ્દોમાં જ્ઞાનીની ઓળખાણ કરવા માટેની યોગ્યતા હોવી જોઈએ. એક વાત એ આવશે. કેમકે આમાં દ્વિપક્ષી વાત છે. જ્ઞાનીની ઓળખાણ કરવી છે એ જ્ઞાની એક પક્ષમાં છે. ઓળખાણ ક૨ના૨ એક બીજા પક્ષમાં છે. તો ઓળખાણ ક૨ના૨ની પણ અમુક તૈયારી હોય તો એની ઓળખાણ થાય એ પહેલી શરત છે. અને ઓળખાણ થવી, ઓળખાણ કેવી રીતે કરવી ? એ પાછી એક બીજી વાત થઈ ગઈ. એમ બે પ્રકારે વાત છે. અહીંયાં એમણે બહુ સારો વિષય લીધો છે.
મનુષ્યાદિને જગતવાસી જીવો જાણે છે, તે દૈહિક સ્વરૂપથી તથા દૈહિક ચેષ્ટાથી જાણે છે.’ મનુષ્યો બીજા મનુષ્યોને અથવા તિર્યંચોને જાણે છે. આદિમાં તિર્યંચો લઈ લેવા. તો એ દેહની પ્રવૃત્તિથી જાણે છે કે આ માણસ મનુષ્યને લાયક પ્રવૃત્તિ કરે છે, જ્યારે આ જીવ તિર્યંચને લાયક પ્રવૃત્તિ કરે છે. ભલે વાંદરો હોય