________________
પત્રાંક-૬૭૪
૨૫૧
છે એનું મૂલ્ય છે. બુદ્ધિ તો ઘણાની હોઈ શકે. એથી શું થઈ ગયું ? એટલે એ તો એનો વિચાર કરીએ છીએ પણ આ જીવ સમવસરણમાં જઈને પાછો આવ્યો છે. વીતરાગને નથી ઓળખ્યા કે આ રાગ-દ્વેષ રહિત પુરુષ છે. એવી પ્રતીતિ નથી કરી. એવી પ્રતીતિ એકવાર કરી હોય તો અત્યારે અહીંયાં હોય નહિ. આમ છે.
મુમુક્ષુ :- આત્મલક્ષ વગ૨ જ મોક્ષમાર્ગમાં
પૂજ્ય ભાઈશ્રી :- હા. એમાં એવું છે કે સમવસરણમાં જનારા ઘણા તો શ્રીમંડપ સુધી પણ પહોંચતા નથી. સમવસરણની અંદર બહુ મોટો વિસ્તાર છે. એમાં જે બા૨ યોજનની સભાની આગળનો જે ભાગ છે એની અંદર અનેક જાતના વૈભવી આવાસો હોય છે. જેમ આપણે કોઈ ચિત્ર પ્રદર્શનમાં જઈએ તો શરૂઆતના ચિત્રોની અંદર જોવામાં એટલું બધું આકર્ષણ રહે કે Time પૂરો થાય ત્યાં સુધી આખું પ્રદર્શન જ ન જોઈ શકાય. એમ કેટલાક જીવો તો શ્રીમંડપ સુધી જ નથી પહોંચતા. એ બધું જોવામાં, ઝાકઝમાળ જોવામાં જ રહી જાય છે. માનસ્તંભથી આગળ વધીને સમવસરણમાં દાખલ થાય છે પણ શ્રીમંડપ સુધી નથી પહોંચતા.
શ્રીમંડપમાં એટલે જ્યાં ધર્મસભા છે અને બધા ભગવાનની દેશના સાંભળવા બેસે છે એમાં પણ આ જીવ અનંત વાર જઈ આવ્યો છે પણ છતાં વીતરાગ તરીકે નથી ઓળખ્યા. બધું જોવામાં રહી જાય. ઓહો..! ભગવાનનું ભામંડળ કેવું છે ! બધા અતિશય ત્યાં પણ ૩૪ અતિશય છે. દિવ્યધ્વનિ છે. સાડા બા૨ કરોડ વાજાં વાગે છે. આકાશની અંદર દેવો દુર્દુભીઓ અને વાજાંઓ વગાડે છે. ત્યાં એવું બધું ઘણું છે. જીવ એમાં રહી જાય છે. બહા૨નો મહિમા છે ને ? બાહ્યદૃષ્ટિ છે, બાહ્ય પરિણામો છે અને બહારનું બધું જોવા મળે છે એટલે એની અંદર એવો રોકાયેલો રહી જાય છે કે મૂળ મુદ્દો જ રહી જાય છે-ભગવાનને ઓળખવાની જ વાત રહી જાય છે. કેટલાક સાંભળીને ઊંધા પડે છે. આમ કેમ કહે છે ? મને તો આમ લાગે છે. મનમાં ને મનમાં. બોલી ન શકે. ભગવાનનો પ્રભાવ એવો છે કે ત્યાં અભિપ્રાય સામે કોઈ કાઢી ન શકે. પણ મનમાં એને ફેર પડી જાય. આમ કહે છે પણ મને આમ લાગે છે, હોં ! ભલે એ આમ વાત કરે પણ મને આમ લાગે છે. એવું ઘણી વા૨ કર્યું છે. તો કેટલીયે વાર ઓઘસંજ્ઞાએ પણ રહ્યો છે. ઓઘસંજ્ઞા ટાળીને કોઈવા૨ પણ એણે ઓળખાણ કરી નથી. આ સીધી વાત છે. એમ અનેક પ્રકારે જીવ અટકયો છે.
મુમુક્ષુ :– ઉદ્દેશ નક્કી કર્યા વગર જ સમવસ૨ણમાં ગયો.