________________
૨૪૨
રાજહૃદય ભાગ-૧૩
અસદ્ આગ્રહનો તથા કેવળ વેષવ્યવહારાદિનો અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે. ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે.
૬૭૩. એ ‘લલ્લુજી’ ઉ૫૨નો છે. ૐ શ્રી સદ્ગુરુપ્રસાદ' સદ્ગુરુની કૃપા, એની ભાવના.
મુમુક્ષુ :- સદ્ગુરુપ્રસાદ એમ ચા૨ વખત આવ્યું.
પૂજ્ય ભાઈશ્રી :- :- હા. ચાર વખત આવ્યું. પ્રસાદ એટલે ગુરુની મહેરબાની, ગુરુની કૃપા. ગુરુનો અનુગ્રહ જેને કહેવામાં આવે છે. એ સદ્ગુરુના અનુગ્રહની ભાવના ભાવી છે.
શ્રી સાયલાક્ષેત્રે ક્રમે કરીને વિચરતાં પ્રતિબંધ નથી.' ક્રમે એટલે તમે વિહા૨ કરો છો એમાં ક્રમશઃ આગળ વધતા સાયલા' જાવ તો કાંઈ પ્રતિબંધ નથી. એટલે અમારા તરફથી એ બાબતમાં તમને રોકવાનું કા૨ણ નથી. એમ કે ગમે ત્યાં વિહાર કો પણ તમારો ત્યાગીનો વેષ છે અને લોકો તમારી પાસે ઉપદેશ સાંભળવા આવે છે. ઉપદેશકો માટે આ એક માર્ગદર્શન છે.
યથાર્થજ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશકપણું વર્તતું હોય...’ પ્રારબ્ધયોગે કરીને. હજી આત્મજ્ઞાન ઉત્પન્ન ન થયું હોય તોપણ બીજા જીવો એને પૂછવા આવતા હોય, એની વાત સાંભળવા આવતા હોય અને ઉપદેશક તરીકે માનતા હોય કે, ચાલો, આપણે એનો ઉપદેશ સાંભળવા જઈએ. પોતે શું માને છે એ બીજી વાત છે પણ બીજા તો એમ માને છે અથવા દેખાવ પણ એવો છે કે આ ઉપદેશ આપે છે. એનો ઉપદેશ બીજા ગ્રહણ કરે છે. એવું ‘ઉપદેશકપણું વર્તતુ હોય તે જીતે...’ પોતાના ઉપદેશમાં જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિનો લક્ષ થાય તે પ્રકારે પ્રસંગપ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે,...' જુઓ ! સિદ્ધાંતની વાત ન લીધી. કેમકે સિદ્ધાંતની અંદર એ વિષય એટલો સૂક્ષ્મ છે કે પોતાની પહોંચ છે કે કેમ એ બીજી વાત છે.
આપણે ત્યાં વાંચનમાં અને વાંચનકારોના વિષયમાં સિદ્ધાંતિક વિષય મુખ્યપણે ચાલે છે. સિદ્ધાંતનો વિષય એટલો સૂક્ષ્મ છે કે એમાં ભાગ્યે જ કોઈકની સ૨ખી- યથાર્થ પહોંચ હોય. બાકી લગભગ અધૂરી પહોંચ હોય અને એમાંથી પછી