________________
૨૪૭
પત્રાંક-૬૭૪ એમ જ કરતા. જે કોઈ “કૃપાળુદેવના સંસર્ગમાં આવેલા મુમુક્ષુ એ પોતે ઉપદેશક નહિ બનતા. એ પોતે “કૃપાળુદેવ બાજુ આંગળી ચીંધતા હતા. એક મહાપુરુષ છે, અમને પરિચય થયો છે. ગૃહસ્થ અવસ્થામાં છે, ગુપ્ત છે. તમે પણ પરિચય કરો. પરિચય કરીને કાંઈક તમને એમ લાગે તો સત્સમાગમ કરજો). અમને તો એમ લાગે છે કે આત્મકલ્યાણ કરવા માટે બહુ સારું ઠેકાણું છે, અમારી તો કાંઈ એવી શક્તિ નથી કે તમને કાંઈ સમજાવી શકીએ, કહી શકીએ, એ જે બતાવે છે એવું તમને બતાવી શકીએ એવી અમારી શક્તિ નથી. એમ કહે. પણ તમે એની પાસેથી કાંઈક પરિચય કરો, એના સંગમાં જાવ, સમાગમમાં જાય તો સારું. એવી રીતે એ લોકો દોરતા હતા. કેમકે પોતે પ્રત્યક્ષ વિદ્યમાન હતા ને એટલે. પછી એમના ગયા પછી તો ત્યાં પણ થોડી ગડબડ શરૂ થયેલી કેમકે પછી જે જે લોકોને જેટલું જેટલી કાંઈ જ્ઞાનપ્રાપ્તિ અથવા માહિતી હતી એ અનુસાર દરેક પોતપોતાની રીતે ચાલે એટલે નોખા નોખા પડે એ તો સ્વાભાવિક વાત છે. એ ૬૭૩ (પત્ર પૂરો થયો.
પત્રાંક-૬૭૪
મુંબઈ, ફા. વદ ૩, સોમ, ૧૯૫૨
૪ સદગુરુપ્રસાદ દેહધારી છતાં નિરાવરણાનસહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ
નમસ્કાર આત્માર્થી શ્રી સોભાગ પ્રત્યે, શ્રીસાયલા.
સર્વ કષાયનો અભાવ, દેહધારી છતાં પરમજ્ઞાની પુરુષને વિષે બને, એ પ્રકારે અમે લખ્યું તે પ્રસંગમાં “અભાવ' શબ્દનો અર્થ ક્ષય' ગણીને લખ્યો
જગતવાસી જીવને રાગદ્વેષ ગયાની ખબર પડે નહીં, બાકી જે મોટા પુરુષ છે તે જાણે છે કે આ મહાત્માપુરુષને વિષે રાગદ્વેષનો અભાવ કે ઉપશમ વર્તે છે, એમ લખી આપે શંકા કરી કે જેમ મહાત્માપુરુષને જ્ઞાની પુરુષો અથવા દૃઢ મુમુક્ષુ જીવી જાણે છે, તેમ જગતના જીવો શા માટે ન જાણે ? મનુષ્યાદિ પ્રાણીને જેમ જોઈને જગતવાસી જીવી જાણે છે કે આ મનુષ્યાદિ છે, અને મહાત્માપુરુષો પણ જાણે છે કે આ મનુષ્યાદિ છે, એ પદાર્થો