________________
૨૪૬
રાજહૃદય ભાગ–૧૩ કરે. એ તો એકની એક જ વાત છે. | મુમુક્ષુ - ઘણી વખતે વિચારમાં એમ આવે કે પરિવારવાળા લોકો આ વાત સમજે તો સારું. એમને સમજાવવાનો ભાવ રહ્યા કરે અથવા કોઈ મિત્ર લોકો જે બહાર પ્રદેશ, દૂર ક્ષેત્રમાં રહેતા હોય. - પૂજ્ય ભાઈશ્રી – એમાં એમ કહી શકાય કે, ભાઈ ! આ વિષય આત્મહિતનો છે માટે તમે એમાં રુચિ કરો. આ આત્મહિતનો એક પરમ કલ્યાણકારક આખા જગતમાં ક્યાંય નથી એવો એક માર્ગ આત્મહિત માટેનો હોવાથી તમારા પ્રત્યેની મારી સદ્દભાવનાને લીધે તમે એ માર્ગમાં આવો, એની નજીક આવો, એ માર્ગની ઝચ કરો, એમ કહી શકાય. પણ માર્ગની પ્રરૂપણા ને નિરૂપણાનો અધિકાર નથી. બે વાત જુદી જુદી છે. એક હિતેચ્છુ તરીકે એ માર્ગ તરફ ખેંચવા એક વાત છે અને એ માર્ગનો ઉપદેશ કરવો એક બીજી વાત છે. એમાં યોગ્યતા ઘણી જોઈએ. એમાં ઘણી તૈયારી જોઈએ. એમાં અધકચરા જીવોનું એ કામ નથી, અધકચરા જીવો એ કાર્ય કરવા જાય તો એને માટે જોખમ ઘણું છે અથવા એને પોતાને પણ નુકસાન થાય, બીજાને તો લાભ થવાનો પ્રશ્ન જ રહેતો નથી. માટે એણે મર્યાદા શું રાખવી? કે ભાઈ ! આ એક આત્માના પરમકલ્યાણનો વિષય છે. મારું ધ્યાન મારી યોગ્યતા પ્રમાણે કાંઈક પહોંચ્યું છે. હું ઈચ્છું છું કે તમે પણ આ માર્ગને સમજીને અનુસરો. હું એમ કહેતો નથી કે તમે મારા કહેવાથી આંધળું અનુકરણ કરો. એટલી મધ્યસ્થતા રાખે. બીજાને કહે તોપણ એટલી મધ્યસ્થતા રાખે, કે હું એમ કહું છું કે તમે સમજીને અનુકરણ કરો કે અનુસરણ કરો. મારા કહેવાથી આંધળું અનુકરણ કરો એવું હું પણ કહેવા માગતો નથી.
મુમુક્ષ:- આચાર્ય ભગવાને એમ જ કીધું.
પૂજ્ય ભાઈશ્રી :- બધા એમ જ કહે. જ્ઞાની હોય અથવા મધ્યસ્થ સરળ મુમુક્ષુ હોય એ મુમુક્ષુની સરળતાથી માંડીને આચાર્યો પર્વતના બધા એમ જ કહે. બીજી રીતે કહે જ નહિ. હું કહું છું માટે તમે માનો એવો આગ્રહ કે એવો દુરાગ્રહ એ મધ્યસ્થતાનો અભાવ બતાવે છે. એમાં મધ્યસ્થતા નથી રહેતી.
ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે. જુઓ ! શું કીધું ? “લલ્લુજી ઉપદેશ દેવાના ઠેકાણે છે તો એમ કહે છે કે એ જીવો માર્ગની સન્મુખ થાય, માર્ગની સમીપ થાય એવો તમારી શક્તિ પ્રમાણે ઉપદેશ કરજો. માર્ગની સમીપ આવવા માટેનો કે આ માર્ગ છે. અને લગભગ તો