________________
૨૪૫
પત્રાંક-૬ ૭૩
મુમુક્ષુ – એમાં આ વૈરાગ્ય ઉપશમાદિની વાત કરવી.
પૂજ્ય ભાઈશ્રી:- હા, પોતે જો એ સ્થાને હોય તો. પોતે ઉત્તર દેવાના સ્થાને હોય તો. પૂછનાર હોય એની વાત જુદી છે, વિચારવાની વાત જુદી છે અને ઉત્તર દેનારની વાત જુદી છે. અહીંયાં તો વાત એમણે ઉત્તર દેનારની લીધી છે.
મુમુક્ષુ :- ... સરળ પરિણામી જીવો, મુમુક્ષુ ચર્ચા કરવા બેસે એટલે ...
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ તો છે જ કે સરળ પરિણામથી અને શુદ્ધ હેતુથી, શુદ્ધ અંતઃકરણથી સત્યને પામવા માટે અથવા આત્મહિતને પામવા માટે જો કાંઈ ચર્ચા કરવા બેસે, વિચારોની આપ-લે કરવા બેસે તો એનું ફળ સારું જ આવે, એનું ફળ ખરાબ ન આવે. એ વાત નક્કી છે. અને એટલા માટે એવા સત્સંગને અનુમોદવામાં આવ્યો છે, એવો સત્સંગ કરવો એમ સત્પરુષોએ પોકારી પોકારીને કહ્યું છે. એમ જ કરવું જોઈએ.
ક્રમે કરીને તે જીવો.” એટલે આ તો શું છે “લલ્લુજીને લખ્યું છે પણ જે જીવો વિદ્વાન હોય, પંડિત હોય, વાંચનકાર હોય, વાંચન ન કરતા હોય અને વિદ્વતાને લઈને બીજા એને પૂછતા હોય એ બધાને લાગુ પડે છે. આ વાત એ લોકોને લાગુ પડે છે. પૂછનારને લાગુ નથી પડતી. તેમ સત્સંગનો વિષય પણ જુદો રહે છે.
મુમુક્ષુ :- સામેથી તો કોઈને લખવાનું કે કહેવાનો સવાલ જ નથી. પૂજ્ય ભાઈશ્રી:- કોના માટે સવાલ નથી રહેતો ? મુમુક્ષુ :- મુમુક્ષુને.
પૂજ્ય ભાઈશ્રી :- હા. મુમુક્ષુને તો એ પ્રશ્ન જ નથી. બોલવામાં કે લખવામાં કોઈ તત્ત્વનો વિષય પોતે વિચારોની આપ-લે માટે છેડી શકે છે. અરસપરસ મુમુક્ષુઓ-મુમુક્ષુઓ વચ્ચે પત્રવ્યવહાર હોય. પોતાને જે વિચારમાં વાત આવી હોય, સમજવામાં આવી હોય એનું નિવેદન કરે. પોતાના દોષોનું, ગુણોનું બીજું-ત્રીજી રીતે. એ બધું તો થઈ શકે. પણ કહેવાનું એટલે ઉપદેશ આપવાનો પ્રશ્ન નથી રહેતો. સમજાવવાનો પ્રશ્ન નથી રહેતો. સમજવા માટે ગમે તે વાત થાય અને સમજાવવા માટે ગમે તે વાત થાય, બે વાત જુદી છે. હેતુ સમજવાનો છે કે હેતુ સમજાવાનો છે ? બસ ! ચોખ્ખી વાત થવી જોઈએ. મુમુક્ષુએ બીજાને તો સમજાવવાનો પ્રશ્ન રહેતો નથી. સમજવા માટે પરસ્પર ગમે તે વિચારોની આપ-લે કરે. પછી ભેગા થાય ત્યારે ચર્ચાના રૂપમાં કરે. ભેગા ન હોય ત્યારે પત્રોના રૂપમાં