________________
પત્રાંક-૬૭૨
૨૩૭
પોતાના આત્માની સ્થિતિ થઈ શકવા યોગ્ય છે, એ વાત સંભવે છે, એ વાત તદ્દન અશકય દેખાતી નથી. કાયા હોય એટલે કષાય રહે જ એવો નિયમ બધાને લાગુ પડતો નથી. સામાન્ય સંસારીજીવોની વાત જુદી છે અને કોઈ પુરુષાર્થ વિશેષ એવા મુનિરાજ હોય તો એની વાત જુદી છે.
ફરીથી, “તે અભિપ્રાય પ્રાયે ઘણું કરીને) તો યથાર્થ છે, તોપણ કોઈ પુરુષવિશેષને વિષે કેવળ સર્વ પ્રકારના સંજ્વલનાદિ કષાયનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે,...’ કેવળ એટલે સર્વથા નાશ થઈ શકવા યોગ્ય લાગે છે, સંભવે છે. ‘અર્થાત્ સર્વથા રાગદ્વેષરહિત પુરુષ હોઈ શકે.’ એનો અર્થ એ છે કે કોઈપણ શરીરધારી આત્મા સર્વથા રાગ-દ્વેષ રહિત પણ હોઈ શકે ખરો. શરીર હોય એટલે એને રાગ-દ્વેષના કષાયો હોય જ, એવો કોઈ નિયમ સંભવતો નથી. એટલે એ બની શકવા યોગ્ય છે.
રાગદ્વેષરહિત આ પુરુષ છે, એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ બની શકે નહીં...' રાગ-દ્વેષ રહિત આ પુરુષ છે. કોઈ એક શરીરધારી જીવને જોઈને આ રાગદ્વેષરહિત આ પુરુષ છે, એમ બાહ્ય ચેષ્ટાથી.....' એના બાહ્ય વર્તણુંકથી, ‘સામાન્ય...’ એટલે બધા જીવો જાણી શકે એમ બની શકે નહીં.... જો એમ બની શકે તો તો બધા જ વીતરાગને ઓળખે. પણ સમવસરણમાં આવેલા પણ બધા ઓળખતા નથી. સમવસરણ બહાર રહી ગયા એને તો પછી વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. એ તો વિરોધ પણ કરી શકે છે. પણ સમવસરણમાં આવેલા બધા જીવો પણ વીતરાગને ઓળખતા નથી. નહિતર એ ઉત્કૃષ્ટ નિમિત્ત છે.
નીચેના ગુણસ્થાને તો રાગ-દ્વેષ સહિતની કેટલીક ક્રિયાઓ જોવામાં આવે છે. સત્પુરુષને, મુનિરાજને આહારાદિની. તો એને રાગ-દ્વેષ હજી છે એમ સાબિત થાય છે. પણ વીતરાગ તો જ્યારથી કેવળજ્ઞાન થયું ત્યારથી એ તો પ્રતિમાવત્ બિરાજમાન રહી જાય છે. ક્યારેક ક્યારેક દિવ્યધ્વનિ છૂટે તોપણ એમના હોઠ હલે, મોઢું ખુલે, કંઠ હલે કે આંખોમાં ફે૨ફા૨ થાય, છદ્મસ્થ માણસ બોલે (ત્યારે) એની આંખોની અંદ૨ ફેરફાર થાય અથવા મેષોન્મેષ-આંખના પલકારા થાય એવું કાંઈ બનતું નથી. ભગવાનને ધ્યાનસ્થ અવસ્થામાં આંખનો પલકારો પણ નથી થતો. એટલું પણ હલનચલન નથી. પ્રતિમાવત્ છે. પછી બીજી તો વાત રહેતી નથી. આંખનો પલકારો નથી પછી બીજી તો વાત રહેતી નથી કે બીજું હલનચલન થાય છે. એવા પ્રતિમાવત્ વીતરાગ હોય તોપણ જીવ ન ઓળખી શક્યો આ તે કેવી