________________
૨૩૬
રાજહૃદય ભાગ-૧૩
ગ્રંથો આ બંને ભાઈઓ પણ વાંચે એવી એમને સૂચના લખી છે. ‘વિશેષ અનુપ્રેક્ષાથી...' ખૂબ ભાવનાથી. વારંવાર જેની ભાવના હોય, આત્મકલ્યાણની ભાવનાપૂર્વક, વિશેષે કરીને આત્મકલ્યાણની ભાવનાપૂર્વક એ વિચારવાનું થાય એ વિનંતિ છે. એ આગળના પત્રના અનુસંધાનમાં થોડી વાત છે. ત્યારપછીના Paragraphમાં વિષય બદલાય છે.
કાયા સુધી માયા (એટલે કષાયાદિનો સંભવ રહ્યા કરે, એમ શ્રી ડુંગરને લાગે છે...' એવો અભિપ્રાય આવ્યો છે કે, ભાઈ ! જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી જીવને શરી૨ સંબંધિત અનેક જાતના પરિણામો રહ્યા કરે. માયા એટલે મમતા. શરીરની મમતા હોય એટલે શરીરની જાળવણી, શરીરની સાચવણી, શરીરની સંભાળ એ પ્રકારના કષાયના જે પરિણામ છે, વિષય કષાયના પરિણામ, શરીર તંદુરસ્ત રહે તેના માટે ઉપાયો, આહારાદિ વિષયો, શરીરને પોષણ મળે એવા આહાર લેવા એ વગેરે વિષય. એમ કાયા હોય ત્યાં સુધી તો એ બધું રહ્યા કરે. ‘કાયા સુધી માયા...' એટલે કાયા કચાં સુધી હોય ? જિંદગીના છેડા સુધી. માયા કચાં સુધી હોય ? કે માણસ મરે ત્યાં સુધી પછી એને તો કાંઈ એ પરિણામ છૂટવાનો અવસર દેખાતો નથી. એટલો શરી૨ સાથેનો નિકટ સંબંધ છે. જીવની પણ એવી પોતાની યોગ્યતા જોવે છે. પૂર્વ સંસ્કાર પણ એ પ્રકારના શરીર સંબંધિત દેહાત્મબુદ્ધિના છે. એટલે એમને એમ લાગ્યું છે કે, જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી શરીરની માયા મૂકી શકાય, મમતા મૂકી શકાય કે કષાય મૂકી શકાય એવું લાગતું નથી. એવો જે ‘ડુંગરભાઈ’નો અભિપ્રાય છે તે અભિપ્રાય પ્રાયે (ઘણું કરીને) તો યથાર્થ છે,...’ એટલે સામાન્યપણે બધા જીવો માટે તો એ લાગુ પડે છે. ઘણું કરીને તો એ બધાને લાગુ પડે છે.
‘તોપણ....’ સર્વથા નથી એમ કહેવું છે. તોપણ કોઈ પુરુષવિશેષને વિષે કેવળ સર્વ પ્રકારના સંજ્વલનાદિ કષાયનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે,...’ છતાં પણ કોઈ એવા મહામુનિઓ હોય છે. એ મુનિરાજ સંજ્વલનકષાયમાં વર્તે છે. એ પણ વિશેષ પુરુષાર્થ કરીને ‘સર્વ પ્રકારના...’ એટલે ચારેય. ક્રોધ, માન, માયા, લોભ ચારેય સંજ્વલન આદિ કષાયનો અભાવ...’ એટલે ક્ષય કરી શકે છે, ક્ષય થઈ શકવા યોગ્ય છે. ક્ષય ન જ થાય એવું અમને લાગતું નથી. કોઈ પુરુષવિશેષ એટલે કે એવા કોઈ પુરુષાર્થધારી મુનિરાજ હોય, કેવળજ્ઞાન લેવાનો પુરુષાર્થ કરે તો એને કાયા હોય તોપણ એ કષાયનો ક્ષય કરીને, અભાવ કરીને કષાયરહિતપણે