________________
૨૩૪
રાજહૃદય ભાગ-૧૩
પત્રાંક-૬૭૨
મુંબઈ, ફાગણ સુદ ૧૦, ૧૯૫ર
ૐ સદ્દગુસ્પ્રસાદ આત્માર્થી શ્રી સોભાગ તથા શ્રી ડુંગરપ્રત્યે શ્રી સાયલા. વિસ્તારપૂર્વક કાગળ લખવાનું હાલમાં થતું નથી, તેથી ચિત્તમાં વૈરાગ્ય ઉપશમાદિ વિશેષ પ્રદીપ્ત રહેવામાં સ@ાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણી, શ્રી સુંદરદાસાદિના ગ્રંથનું બને તો બેથી ચાર ઘડી નિયમિત વાંચવું પૂછવું થાય તેમ કરવાને લખ્યું હતું. શ્રી સુંદરદાસના ગ્રંથો પ્રથમથી કરીને પ્રાંત સુધી વિશેષ અનુપ્રેક્ષાથી હાલ વિચારવા માટે તમને તથા શ્રી ડુંગરને વિનંતિ છે.
કાયા સુધી માયા એટલા કષાયાદિનો સંભવ રહ્યા કરે, એમ શ્રી ડુંગરને લાગે છે, તે અભિપ્રાય પ્રાયે (ઘણું કરીને) તો યથાર્થ છે, તો પણ કોઈ પુરુષવિશેષને વિષે કેવળ સર્વ પ્રકારના સંજ્વલનાદિ કષાયનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે, અને થઈ શકવામાં સંદેહ થતો નથી, તેથી કાયા છતાં પણ કપાયરહિતપણું સંભવે; અર્થાત્ સર્વથા રાગદ્વેષરહિત પુરુષ હોઈ શકે. રાગદ્વેષરહિત આ પુરુષ છે, એમ બાહ્ય ચેષ્ટથી સામાન્ય જીવો જાણી શકે એમ બની શકે નહીં, એથી તે પુરુષ કષાયરહિત, સંપૂર્ણ વીતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી; કેમકે બાહ્ય ચેષ્ટથી આત્મદશાની સર્વથા સ્થિતિ સમજાઈ શકે એમ ન કહી શકાય.
શ્રી સુંદરદાસે આત્મજાગૃતદશામાં શૂરાતન અંગ” કહ્યું છે તેમાં વિશેષ ઉલ્લાસપરિણતિથી શૂરવીરતાનું નિરૂપણ કર્યું છે - મારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસિ ડારે,
ઈજિહુ કતલ કરિ કિયો રજપૂતો હૈં, માર્યો મહા મત્ત મન, મારે અહંકાર મીર,
મારે મદ મછર , ઐસૌ રન રૂતો હૈ; મારી આશા તૃષ્ણા પુનિ, પાપિની સાપિની દોઉં,