________________
૨૩૩
પત્રાંક-૬૭૧
નાખો. આપણે ફલાણા દેવ પાસે જાવ, ફલાણા ગુરુ પાસે જાવ, લાણી માન્યતા કરો, આટલા દાન દઈ દો, આટલા પુણ્ય કરો એટલે આપણા પાપ ધોવાઈ જાય. અહીંયાં એ વાત છે નહિ. અહીંયાં તો જે અપરાધ કર્યો એ ભલે ભોગવવો પડે. ભોગવવા માટે હું તૈયાર છું. જેમ ભૂલ કરે એ માફી માગવા તૈયા૨ છે. પ્રામાણિકતા કોને કહે ? ભાઈ ! હું ક્ષમા માગુ છું. મારી ભૂલ થઈ ગઈ. તો ક્ષમા વીરસ્ય ભૂષણું. એમ આ વી૨નું ભૂષણ છે, એમ કહે છે. કેટલા શૂરવીર છે એ જરા પણ પ્રતિકૂળતા-અનુકૂળતાની સામે ડરતા નથી. એટલે એમ કહે છે કે, અમે સારી રીતે વિશેષ પ્રકારે પ્રારબ્ધને વેદીએ છીએ.
?
શ્રી સુંદરદાસજીના ગ્રંથો પ્રથમથી તે છેવટ સુધી અનુક્રમે વિચારવાનું થાય તેમ હાલ કરશો, તો કેટલાક વિચારનું સ્પષ્ટીકરણ થશે. પ્રત્યક્ષ સમાગમે ઉત્ત૨ સમજાવા યોગ્ય હોવાથી કાગળ દ્વારા માત્ર પહોંચ લખી છે.’ એમના પ્રશ્નોનો જે ઉત્તર છે એ રૂબરૂમાં સમજાવવા યોગ્ય લાગવાથી તમને ફક્ત પહોંચ લખી છે. તમારા પ્રશ્નોનું સ્પષ્ટીકરણ આપ્યું નથી. એમ કરીને પત્ર પૂરો કરે છે. (સમય થયો છે...)
જિજ્ઞાસા : ભક્તિમાર્ગમાં આવેલ જીવના ભાવો કેવા હોય ?
સમાધાન : સત્પુરુષની ઓળખાણ થયે, તેમના વચનની પ્રતીતિ, આજ્ઞાની અપૂર્વ રુચિ, અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ ઉપરાંત, આશાઆશ્રિતપણે, સર્વાર્પણપણે રહીને વર્તે છે. તે જીવને યથાર્થ ભક્તિના જે અંતર વૈરાગ્યને તથા જ્ઞાનની નિર્મળતાને ઉત્પન્ન કરનારી હોય છે. (અનુભવ સંજીવની–૧૫૦૭)
જે મુમુક્ષુજીવ સત્સંગને અને આત્મકલ્યાણની યથાર્થ ભાવનાવાળા હોય, તે બીજા મુમુક્ષુની તથા પ્રકારની ભાવનાને ભલા પ્રકારે સમજે છે. તેથી તેની અનુમોદનાપૂર્વક તે ભાવના અને ભાવનાવાનનો વિશેષ આદર કરે છે. જો તેથી વિરૂદ્ધ પરિણામ હોય તો પોતાની ભાવના યથાર્થ નથી - તેમ સમજવા યોગ્ય છે. (અનુભવ સંજીવની-૧૫૦૮)