________________
૨૩૦
રાજહૃદય ભાગ-૧૩ જરા તમે લક્ષમાં રાખજો. આપણે એ સંબંધીની ચર્ચા કરી લઈશું. પ્રશ્નોથી ઘણો સંતોષ થયો છે.’ જે પ્રશ્નો પૂછ્યા છે એ ઠીક પૂછ્યા છે, એનાથી ઘણો સંતોષ થયો છે.
જે પ્રારબ્ધના ઉદયથી અત્રે સ્થિતિ રહે છે, તે પ્રારબ્ધ જે પ્રકારે વિશેષ કરી વેદાય તે પ્રકારે વર્તાય છે.’ શું કહે છે ? કે, મુંબઈમાં રહેવાનું થાય છે એ પ્રારબ્ધ ઉદયે રહેવાનું થાય છે. અત્રે સ્થિતિ એટલે મુંબઈ’માં. મુંબઈ’માં જે રહેવાનું થાય છે, સ્થિતિ એટલે રહેવાનું થાય છે તે પ્રારબ્ધના ઉદયથી છે અને તે પ્રારબ્ધ જે પ્રકારે વિશેષ કરી વેદાય...’ એટલે સારી રીતે એને પૂરું કરી નાખવું છે હવે.
જેમ કોઈ એમ કહે કે, ભાઈ ! અશાતા વેદનીય છે. એને અશાતના વેદનીય જેવો ઉદય છે. કાંઈ એમને રુચિ નથી. તો કહે જોરથી આવ. રોગને શું કહે ? કે તું તારે જોરથી આવ. જેટલા ૫૨માણુ દેણું કર્યું છે. લઈ જા. વ્યાજસીખે તું લઈ જા. પણ હવે તારું ખાતું અમારે ચલાવવું નથી. ખાતું ચૂકતે કરવું છે. એને વિશેષ પ્રકારે પ્રારબ્ધનું વેદવું એમ કહેવામાં આવે છે. એટલે પ્રારબ્ધને અમે અત્યારે વેદીએ છીએ, એ કેવી રીતે વેદીએ છીએ ? કે વિશેષ પ્રકારે એટલે ફરીને આ પ્રારબ્ધમાં ન આવવું પડે એ પ્રકારે વેદીએ છીએ. અને એ પ્રકારે એમણે વેઠ્યું છે. હવે પછી ફરીને એ મનુષ્ય થાય અને વેપાર-ધંધામાં પડે એ નહિ બને. એ ખલાસ કર્યું. એ પ્રારબ્ધને વેદતાં-વેઠતાં એ ખાતું પૂરું કરી નાખ્યું. અત્યારે દેવલોકમાં તો વેપારધંધો છે નહિ. ત્યાં તો વ્યવસાય કરવાનો પ્રશ્ન હોતો નથી. એટલા પુણ્ય લઈને જાય છે. પણ પછી મનુષ્ય થશે તોપણ એમને વ્યવસાયમાં પડવું પડે એ પ્રકારના ઉદયમાં જ નહિ આવે. અહીંયાં એ બધું ખલાસ કરી નાખ્યું. પૂર્વપ્રારબ્ધ જે કાંઈ દેણું કર્યું હતું એ દેણું આપી દીધું. લેણદારને કીધું કે, ભાઈસાહેબ તું એક સાથે લઈ જાને. કટકે-કટકે શું કરવા લેવા આવે છે ? દેવા બેઠો છું અને મારી શક્તિ હવે દેવાની છે. તો પછી એકસાથે પૂરેપૂરું તારું વ્યાજસહિત જે હોય એ લઈ જા. હવે ખાતું ચૂકતે થવું જોઈએ. મારી અને તારી વચ્ચે લેણદેણ રહેવી જોઈએ નહિ. અહીંયાં એ વાતનો ધ્વનિ એવો છે.
જે પ્રારબ્ધના ઉદયથી અત્રે સ્થિતિ રહે છે, તે પ્રારબ્ધ જે પ્રકારે વિશેષ કરી વેદાય તે પ્રકારે વર્તાય છે.’ એટલે એકદમ અમે તો બરાબર હવે પુરુષાર્થમાં આવી ગયા છીએ. ગમે તે પ્રારબ્ધ ઉદય હોય અમે હવે નવા બંધનમાં પડશું નહિ. જૂનું છોડી દેશું. જૂનું છૂટી જાય એના માટે અમે તૈયાર છીએ. અને તેથી વિસ્તારપૂર્વક પત્રાદિ લખવાનું ઘણું કરીને થતું નથી.' અને એ પ્રકારના પુરુષાર્થમાં અમારા