________________
૧૩૮
રાજય ભાગ-૧૩
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી – હા. હાસ્તો. કયાંય પણ, કોઈપણ જે લોકસંજ્ઞા છે. એટલે એમનું એમ કહેવું છે કે, ધાર્મિક સમાજમાં જ છાપ પાડવાની વાત છે ? કે જે લૌકિક સમાજ છે એમાં પણ છાપ પાડે એને લૌકિક અભિનિવેશ કહેવાય? મૂળ તો એમ પ્રશ્ન છે ને ? મૂળ પ્રશ્ન એમ છે કે, લૌકિક અભિનિવેશ માત્ર ધાર્મિક ક્ષેત્રમાં, ધાર્મિક પ્રવૃત્તિ કરતા પોતાની છાપ વધારે સારી કરવામાં જ લૌકિક અભિનિવેશ ગણાય કે લૌકિક કાર્યમાં પણ પોતાની મહત્તા દેખાય એવા કાર્યો કરે અને પોતાનું મહત્ત્વ જળવાય એવી રીતે વર્તે તો એને પણ લૌકિક અભિનિવેશ કહેવાય ? બંનેને લૌકિક અભિનિવેશ કહેવાય.
ધાર્મિક ક્ષેત્રમાં તો એટલો અવસર છે કે આ લૌકિક અભિનિવેશ છે અને છોડવા યોગ્ય છે, બહુ મોટો દુર્ગણ છે એટલી ચર્ચાનો, એટલા વિચારો અને ત્યાંથી ખસવાનો કાંઈ પણ અવકાશ છે અને પ્રયત્ન છે. જ્યારે પેલા ક્ષેત્રમાં તો એ વિચાર જ નથી. બધા કરતા હું સારો દેખાવ અને મારી ખુરશી સૌથી વધારે આગળ હોવી જોઈએ. આ જે લોકો પુણ્યથી મોટા હોય છે ને ? એમને કોઈ General મોટી સભા હોય અને એમાં આમંત્રણ આપે કે ભાઈ ! ટાઉન હોલમાં મોટી સભા ભરાવાની છે. ગામના બધાને આમંત્રણ આપ્યું છે. તમે તો ગામની કોઈ વિશિષ્ટ વ્યક્તિમાં ગણાવ. માટે તમને ખાસ આમંત્રણ છે. તો પૂછે. બહુ મોટા માણસો હોય એના Severetary, Personal assistant એવા કોઈ હોય તો પહેલા તો આમંત્રણ દેનારને પૂછે કે કોણ કોણ આવવાના છે ? એટલે એના બરાબરીયા કોણ છે ? એનાથી મોટા કોણ છે? આવવાના છે તો બધાની ખુરશી કેવી રીતે ગોઠવાવાની છે ? મારા બોસ અથવા મારા સાહેબની ખુરશી ક્યાં રહેશે ? બીજાની ક્યાં રહેશે ? બધું નક્કી કરો. પછી આવવાનું નક્કી કરશે. ત્યાં સુધી તમારું આમંત્રણ સ્વીકારવામાં નહિ આવે. આવી બધી ચોખવટ થાય પછી સ્વીકારે. એવી રીતે એની Seat ન ગોઠવાય કે એ માણસ Degrade થયેલો ગણાય. Upgrade દેખાય એનો વાંધો નહિ પણ Degrade એનો દેખાવો ન જોઈએ. એવો દેખાવ નહિ થવો જોઈએ. એવી રીતે લૌકિક પ્રવૃત્તિઓ તો ચાલે જ છે.
લૌકિકમાં જે પુણ્યની મોટાઈ છે એમાં તો આવી બધી પ્રવૃત્તિઓ ચાલતી જ હોય છે અને એમાં તો એ લૌકિકભાવને છોડવાનો વિચાર સુદ્ધા નથી. ત્યાં તો એ ભાવો દઢ કરવાની જ પરિસ્થિતિ અને વાતાવરણ ચાલતું હોય. માહોલ પણ એવું