________________
પત્રાંક-૬૫૯
૧૪૫ પોતાના સર્વ ઐશ્વર્યથી સંપન્ન છે. પોતે જ પોતાનો પરમેશ્વર છે. જડ પરમાણુ જડેશ્વર છે, ચૈતન્ય આત્મા ચૈતન્વેશ્વર છે. પછી કોઈનો સંબંધ રાખીને અધિકાર કાંઈ સમજવો એ જીવની ભ્રાંતિ સિવાય બીજું કાંઈ નથી. અને એ ભ્રાંતિ, એ કલ્પના જીવને એકાંતે દુઃખનું કારણ છે. એ એકાંતે દુઃખનું જ કારણ છે. એમાં કથંચિત્ સુખનું કારણ થાય એવું પણ નથી. એકાંતે દુઃખનું કારણ છે. જેમ આત્મઆશ્રય એકાંતે સુખનું કારણ છે, એમ કોઈપણ સંબંધ પરાશ્રય એકાંતે દુઃખનું જ કારણ છે.
સમસ્ત જ્ઞાની પુરુષોએ એમ દીઠું છે.” જેવું તીર્થકરોએ કહ્યું છે એવું જ સમસ્ત જ્ઞાની પુરુષોએ દીઠું છે. જ્ઞાની પુરુષો પણ એમ જ અનુભવ કરે છે કે દુઃખનું કારણ આ છે, સુખનું કારણ આ છે. આખા જગતને સુખ-દુઃખની સમસ્યા છે. જગત આખાને સુખ-દુઃખની સમસ્યા છે. હારેલું જગત પરસંબંધમાં સુખ મેળવવા માટે ઝાવી નાખે છે. આખું જગત અન્ય પદાર્થમાં, ભિન્ન પદાર્થમાં સુખની પ્રાપ્તિ માટે ઝાવાં નાખે છે. એટલે એ સમસ્યાનો ઉકેલ જગતમાં કયાંય નથી. એક જૈનદર્શનનો આ પોકાર છે, કે ભાઈ ! તું જે પ્રયત્ન કરે છે એ સુખ મેળવવાનો કરે છે પણ ખરેખર દુઃખ મેળવે છો. દુખ મેળવવાનો તારો પ્રયત્ન ઊલટો પ્રયત્ન છે. તારો વિપરીત રસ્તો છે, ઉપાય વિપરીત છે.
જે સંયોગ બે પ્રકારે મુખ્યપણે કહ્યો છે .” એવો જે સંયોગ છે એને બે પ્રકારે કહેવામાં આવ્યો છે. “અંતરસંબંધીય', અને બાહ્યસંબંધીય'.” એમ બે પ્રકારનો સંયોગસંબંધ કહેવામાં આવ્યો છે. “અંતરસંયોગનો વિચાર થવાને આત્માને બાહ્યસંયોગનો અપિરચય કર્તવ્ય છે, જે અપરિચયની સપરમાર્થ ઇચ્છા જ્ઞાની પુરુષોએ પણ કરી છે.” શું કહે છે ? અંતરસંયોગ એટલે શું ? કે જે રાગાદિ વિભાવ છે અને અંતરસંયોગ કહે છે. આ ચૌદ પ્રકારના પરિગ્રહ કહે છે ને? કેટલા પ્રકારના પરિગ્રહ કહ્યા છે ?
મુમુક્ષુ :- બાહ્ય અને અત્યંતર.
પૂજ્ય ભાઈશ્રી :- હા. બાહ્ય અને અત્યંતર. એમાં આ રાગાદિ વિભાવ છે એને અત્યંતર પરિગ્રહ કહેવામાં આવ્યો છે. એ અંતર સંયોગ છે. બાહ્ય સંયોગ સ્થૂળ સંયોગ છે. અંતર સંયોગ એ સૂક્ષ્મ સંયોગ છે. સ્થૂળ સંયોગ સમજાય છે, સ્થૂળપણે પણ સમજી શકાય છે. અંતરસંયોગનો વિચાર કરવો પડે છે કે આ સંયોગ છે કે પોતે જ છે ? રાગ એ પોતે જ છે કે રાગ એ સંયોગ છે ? કે રાગાદિ