________________
૨૦૫
પત્રાંક-૬૬૭. એટલે દરેક સંપ્રદાયમાં ત્યાગની પ્રધાનતા ઘણી છે અને ત્યાગનો મહિમા પણ ઘણો છે. પણ તે ત્યાગ કયા પ્રકારે હોય તો યથાર્થ કહેવાય ? એ વાત લુપ્તપ્રાય છે, લગભગ લોપાઈ ગઈ છે. એટલે માત્ર ત્યાગનો મહિમા રહી ગયો છે, એની યથાર્થતાને આજે સમજવામાં આવતી નથી. એટલે ત્યાગનું ફળ પણ જોવામાં આવતું નથી.
ત્યાંથી એ વાત વિશેષ વિચારવી જોઈએ કે, વૃત્તિનું દમન કરીને ત્યાગ કરવામાં આવે છે, પરિણામોને દાબીને જે ત્યાગ કરવામાં આવે છે તે ત્યાગ યથાર્થ પ્રકારે કરાયેલો નથી. પણ ત્યાગ અને ગ્રહણના ગુણ-દોષોને સમજીને સહજ વૃત્તિ ઉપરામ પામે, વિરામ પામે, ઉપશમિત થાય, શાંત થાય, એને દાબવી ન પડે એવા પ્રકારે જો ત્યાગ કરવામાં આવે તો એ ત્યાગનું સફળપણું થવું સંભવે છે. એમ યથાર્થ પ્રકારે ત્યાગ કરવાનો પ્રકાર હોવો જોઈએ. અયથાર્થ પ્રકારે ત્યાગ કરનારાઓ પણ એમાં નિષ્ફળ જાય છે. એ તો ત્યાગ કહો કે જ્ઞાન કહો. જ્ઞાન પણ યથાર્થ પ્રકારે થયું હોય તો તે સફળ છે. અયથાર્થ પ્રકારે થયું હોય તો તે નિષ્ફળ જાય છે અથવા નુકસાનનું કારણ થાય છે. એમ ત્યાગમાં પણ લાભનું કારણ થવાને બદલે પરિણામ બગડે ત્યારે નુકસાનનું કારણ થાય છે.
“તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાયે દેખીને...” તે આત્મજ્ઞાન દુર્ગમ્ય, ઘણું કરીને તે જલ્દી સમજી શકાતું નહિ હોવાને લીધે. ત્યાં સુધી જીવો જલ્દી નહિ પહોંચી શકતા હોવાને લીધે એમ દેખીને “નિષ્કારણ કરૂણાશીલ એવા તે સત્પષોએ ભક્તિમાર્ગ પ્રકાશ્યો છે, સહજપણે જ્ઞાનમાં અને ત્યાગમાં પ્રવેશ કરવાની એક ભૂમિકા જ્ઞાનીઓએ મૂકી. અને ભક્તિમાર્ગની અંદર લઈ ગયા છે. ભક્તિમાર્ગ એટલે પદ ગવડાવવામાં લઈ ગયા છે એમ નહિ સમજવું. સત્પરુષોનું, દેવ-ગુરુશાસ્ત્રનું બહુમાન કરવું અને તે પણ ઓળખીને બહુમાન કરવું. એ એમણે એનો યથાર્થ રસ્તો બતાવ્યો છે.
જ્યાં સુધી દેવ-ગુરુ-શાસ્ત્ર અને સન્દુરુષને ઓળખીને એમના પ્રત્યેના બહુમાન તરફ ન વળાય અને સીધે સીધું કોઈ જ્ઞાનમાર્ગે કે ત્યાગમાર્ગે પ્રગતિ કરવા માગે છે તો કોઈ એક અપવાદને છોડીને લગભગ જીવો ભૂલાવામાં પડે છે અથવા ઉન્માર્ગે ચડી જાય છે. એવું જાણીને અને આત્મજ્ઞાનનું એવું દુર્ગમ્યપણું સમજીને તે પુરુષોએ નિષ્કારણ કરૂણાશીલ એવા (સપુરુષો), એમને આ રસ્તો ચીંધવામાં બીજું કોઈ કારણ નહોતું. જીવો આત્મહિત માટે, આત્મકલ્યાણ માટે