________________
૨૧૮
રાજહૃદય ભાગ-૧૩
આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે.’ ત્યારે તો એ સંસાર તરી ગયા, સદેહે મુક્તદશામાં આવી ગયા.
‘સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે,.. સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય, જેને સંસારના સર્વ દુઃખથી મુક્ત થવું હોય એ મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે. આત્મજ્ઞાન એ એક એવો ઉપાય છે કે સંસારના સર્વ દુઃખોથી જીવને મુક્ત કરી દે છે. તે જ્ઞાનીના પુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે.’ કેવી શૈલી લીધી છે ! જ્ઞાનીપુરુષના આ વચન છે કે સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સર્વથી ઉત્કૃષ્ટ ઉપાય છે તે આત્મજ્ઞાન છે અને એ જ્ઞાનીપુરુષના વચનો અત્યંત સાચાં છે. એમાં ચાંય સંદેહ કરવા યોગ્ય નથી, બીજો વિકલ્પ કરવા યોગ્ય નથી. આત્મજ્ઞાનનો વિષય જૈનદર્શનમાં જેવો છે એવો ક્યાંય નથી. વેદાંતાદિમાં થોડી વાત આવે છે પણ વસ્તુના સ્વરૂપને સ્પર્શીને અથવા વસ્તુના વિજ્ઞાનને અનુસરીને એ વાત નથી.
જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી.’ જ્યાં સુધી જીવને આત્મજ્ઞાન ન થાય એટલું ન કહ્યું તથારૂપ આત્મજ્ઞાન ન થાય...' જે આત્મજ્ઞાનનું સ્વરૂપ છે એવું, જેવું તીર્થંકરદેવ કહે છે, જિનેન્દ્રદેવ કહે છે એવું આત્મજ્ઞાનનું સ્વરૂપ. આત્મજ્ઞાનની વાતો બીજા પણ થોડાક કરે છે. એટલા માટે એટલું વિશેષણ લગાડ્યું છે કે તથારૂપ આત્મજ્ઞાન ન થાય. જેને આત્મજ્ઞાન કહીએ એવું આત્મજ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જીવને બંધનની નિવૃત્તિ થાય, એનો બંધ ટળે અને મોક્ષ થાય એવું બની શકે નહિ. બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી.”
‘તે આત્મજ્ઞાન થતાં સુધી...' હવે એવું આત્મજ્ઞાન થવા માટે શું કરવું ? જો બધા દુઃખ ટાળવાનો ઉપાય એક આત્મજ્ઞાન હોય તો એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શું કરવું ? એ વાત કરે છે હવે. ‘એ આત્મજ્ઞાન...’ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી. થતાં સુધી....નો અર્થ એ છે. જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે,...’
મુમુક્ષુ :– અવશ્ય કરવા જેવો છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. કેવા છે સદ્ગુરુદેવ ? કે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ જ છે. એ તો આત્મજ્ઞાનની મૂર્તિ જ થઈ ગયા છે, એમ કહે છે. આત્મજ્ઞાન એ અરૂપી આત્માની અરૂપી દશા છે. અરૂપી દશા કહો કે અમૂર્ત દશા કહો. પણ જેને