________________
પત્રાંક-૬૭૦
૨૨૩
અવિરોધભાવ ઉત્પન્ન થાય, એ પ્રકારની વાત મુખ્યપણે પોતે સત્સંગમાં ચર્ચા કરે.
નહિતર અહીંયાં પ્રશ્ન થવા યોગ્ય છે કે તત્ત્વની વાત કરે કે આવી વાત કરે ? આ એક જીવંત તત્ત્વ છે. સત્પુરુષ છે. આત્મજ્ઞાન છે તત્ત્વ છે. આત્મજ્ઞાની છે એ તત્ત્વના ધણી છે. એ પણ પોતે તત્ત્વ છે. એટલે એમાં તત્ત્વજ્ઞાન નથી (એમ નથી). એમની દશા વિચારતા, એમના ગુણો વિચારતા તત્ત્વજ્ઞાન નથી આવતું એ તો વાત છે નહિ. પણ બીજું તત્ત્વજ્ઞાન, બીજા પડખાંઓનો તત્ત્વજ્ઞાનનો વિષય આવે તોપણ મુખ્યપણે આ વાત કહે. બીજી વાત ભલે આવે તોપણ આ વાતની મુખ્યતા રાખે.
હવે એમાં શું હેતુ છે ? કે જે અધ્યાત્મનો વિષય છે, તત્ત્વનો વિષય છે એ જ્યાં સુધી ભાવ ભાસે નહિ ને અધ્યાત્મ તત્ત્વ એવો પોતાનો આત્મા લક્ષગત થાય નહિ ત્યાં સુધી એમાં શુષ્કતા આવવાની સંભાવના રહેલી છે. એ શુષ્કતા ન આવે એટલા માટે આ પડખું એને સાથે હોવું જોઈએ કે જેમાં સત્પુરુષ પ્રત્યે બહુમાન, અવિરોધભાવના, ગુણગ્રામ આદિ વિષય ચાલે તો એને શુષ્કતા ક્યાંય આવે નહિ. કેમ ન આવે ?
એ સત્પુરુષના પ્રત્યેના વિચારો, ભાવોથી સહેજે જ પોતાને અહંપણું થતું નથી. એમના બહુમાનમાં પોતાની લઘુતાનો ભાવ આપોઆપ જ આવી જાય છે. એ મહાન છે, એ આવા મહાન છે, આવા મહાન છે એમ વિચારતાં પોતાની લઘુતા આપોઆપ આવે છે અને એ કારણથી તત્ત્વનો, અધ્યાત્મનો વિષય ચાલતો હોવા છતાં પણ એની અંદર શુષ્ક જ્ઞાનીપણું ન આવે. એટલે બહુ જ વિચક્ષણતાથી આ વિષય એમણે જે નિરૂપણ કર્યો છે. એમાં ઘણી વિચક્ષણતા રહેલી છે.
જે પ્રકારે અવિરોધભાવના લોકોને ઉપદેશે છે; જે પ્રકારે મતમતાંતરનો અભિનિવેશ ટળે...' મતમતાંતરમાં ન પડે, એ વિષય બહુ ન ચર્ચો. ગૃહિત મિથ્યાત્વ ન થાય અને દોષથી બચાય એટલી વાત લે. બાકી મતમતાંતરનો આગ્રહ, મતમતાંતરની તીવ્રતા થાય એવો પ્રકાર ન લે. મુમુક્ષુ ન લે. જ્ઞાની (લ્યે એ) જુદી વાત છે, મુમુક્ષુની વાત જુદી છે. જે આખા માર્ગની એક જિંદગી લઈએ, માર્ગના જન્મથી માંડીને અંત સુધી, તો મુમુક્ષુતામાં જે માર્ગનો જન્મ થવાનો છે એમાં તો મુમુક્ષુ હજી બાળક છે. બહુ નાજુક પરિસ્થિતિ છે. એટલે એ જો મતમતાંત૨ની અંદર પોતાની શક્તિનો વ્યય કરે તો એ પરમાર્થિક માર્ગથી વંચિત રહી જાય છે. એમ જાણીને. મતમતાંતરનો અભિનિવેશ ટળે,...' મતમતાંતરને જાણવા એક વાત છે, મતમતાંતરનો અભિનિવેશ રાખવો તે બીજી વાત છે. તે સંપ્રદાયબુદ્ધિમાં જાય