________________
પત્રાંક-૬૭૦
૨૨૫
સત્સંગ કરવો. આ પ્રકારના સત્સંગની અત્યારે હાનિ થશે એમ જાણીને, આવી વાત નહિ રહે એમ જાણીને આ કાળને દુષમકાળ કહ્યો છે, અને તેમ પ્રત્યક્ષ દેખાય છે.’ આ પરિસ્થિતિ છે.
મુમુક્ષુ :– ગ્રહણ કરવાનો પ્રયાસ ન કર્યો એ વસ્તુને ...
પૂજ્ય ભાઈશ્રી :– હા. હમણા અમારે અહીંયાં એ વાત ચાલી કે, ઓઘભક્તિ એક કહે છે. ઓળખાણ વગરની ભક્તિ.
મુમુક્ષુ –
·-...
પૂજ્ય ભાઈશ્રી :– એમાં શું થાય કે ઓઘભક્તિમાં લાંબો સમય રહે અને ઓઘભક્તિ નિવૃત્ત કરીને એમની ઓળખાણનો પ્રયત્ન ન કરે તો નુકસાનની સંભવિતતા ખરી. એમાં સિદ્ધાંત શું છે ? કે જીવને મોટામોટામાં મોટો દોષ તો દર્શનમોહનો-મિથ્યાત્વનો છે. એ દર્શનમોહ મંદ થવા અર્થે સત્પુરુષની ભક્તિ કહી. સત્પુરુષની અભક્તિ, સત્પુરુષની ભક્તિ અને ઓળખાણપૂર્વક સત્પુરુષની અત્યંત ભક્તિ. મુમુક્ષુની ભૂમિકામાં આ ત્રણ Stage ઉત્પન્ન થાય છે. જેને શંકા પડે અથવા અનુકૂળ ન પડે ત્યાં સત્પુરુષ પ્રત્યે એને વિરોધભાવ આવી જાય છે. જ્યાં એને ઓળખાણ ન હોય અને વિરોધભાવ ન હોય તો એને ભક્તિ પણ આવે છે. હવે એ ભક્તિ છે, એ ભક્તિમાં રહીને પોતે જો સત્પુરુષની ઓળખાણવાળી ભક્તિમાં આવે તો એ ભક્તિને પરંપરાએ કારણ કહેવાય. વિરોધમાં નહોતો ને ? ભક્તિમાં હતો ને ? એટલે એને ઓળખાણ થઈ. કેમકે ભક્તિથી પરિચયનો પ્રસંગ વિશેષ રહે છે. પણ ઓળખાણ ક૨વાનું જો એનું લક્ષ ન હોય અને બસ અમને તો સત્પુરુષ મળી ગયા, ઓઘે ઓઘે પણ, બધા કહે અને પોતે પણ માની લીધું, ઓળખાણ નથી, આપણને તો સત્પુરુષ મળી ગયા. હવે ભક્તિ કર્યા કરો. એટલે ભક્તિ કર્યાં કરો એટલે શું છે ? પદ ગાય, ગીતો ગાય, ફલાણું ગાય, ઢીંકણું ગાય એને એ ભક્તિ માને છે. ખરેખર એ ભક્તિ નથી. ઓળખાણથી મૂલ્યાંકન આવે એનું નામ ભક્તિ છે. તો જે પ્રારંભમાં ભક્તિથી દર્શનમોહ થોડો મંદ પડ્યો હોય, એ જો ઓઘસંજ્ઞાની નિવૃત્તિ કરવાના પ્રયત્નમાં જીવ ન રહે અને ઓઘસંશા ચાલુ રાખે તો દર્શનમોહ તીવ્ર થઈ જાય. દર્શનમોહની પ્રકૃતિ એવી છે.
બીજો એક ગુણભેદ લઈએ કે, એક માણસ ગૃહીત મિથ્યાત્વમાં છે. જૈન હોય કે અજૈન હોય. જૈનો પણ કુદેવને માનતા તો થઈ ગયા છે. ગૃહીત મિથ્યાત્વમાં છે. હવે એમાં એને સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે લક્ષ ગયું કે, ભાઈ ! વીતરાગી દેવ