________________
૨૨૬
રાજહૃદય ભાગ-૧૩ ગુરુ-શાસ્ત્ર સિવાય કોઈની માન્યતા કરવી ન જોઈએ. ઓઘે ઓઘે પણ એણે એ વાત તો બદલી નાખી. સંપ્રદાય હોય તો સંપ્રદાય ફેરવી નાખ્યો. ભાઈ ! આપણે એ સંપ્રદાયમાં હવે જાવું નથી. એ ઠેકાણે આપણે જાવું નથી. હવે આપણે આ ઠેકાણે જાવું છે. તો પહેલોવહેલો એના દર્શનમોહમાં ફેર પડ્યો. કયા દોષમાં ફેર પડ્યો ? દર્શનમોહના. ગૃહીતમાંથી અગ્રહિતમાં આવ્યો.
હવે એમાં જે ઝાઝો સમય એવી રીતે રહે કે અગૃહીતને છોડીને મુમુક્ષુની ભૂમિકામાં સમ્યમાં આવવાના પ્રયત્નમાં ન આવે અને ઉતરોત્તર દર્શનમોહનો અનુભાગ કપાય એવા પગલાં ન ભરે, એ માર્ગ પ્રત્યે જવાનો એ પ્રકારે વિકાસ ન કરે, એટલે કે સમ્યગ્દર્શનની કેડીએ ચાલવા ન માંડે, કેડી ન પકડે. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર તો રાજમાર્ગ છે-National highway પણ એની જે કેડીએ જાવું છે એ કેડી ન પકડે. અને ઓઘસંજ્ઞામાં માને કે આપણે તો શાસ્ત્ર પણ વાંચીએ છીએ, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ પણ રાખીએ છીએ અને આપણે દયા-દાન પણ કરીએ છીએ અને બધું મુમુક્ષુને યોગ્ય બધા કાર્યો કરીએ છીએ. એમ ઓઘેઓથે જો પડ્યો રહે તો વળી પાછો એ દર્શનમોહને તીવ્ર કરે અને તીવ્ર કરે એમાં ત્યાં સુધી તીવ્ર કરી જાય કે વળી પાછો ગૃહીતમાં આવી જાય. એને વાર ન લાગે. ચારે ગૃહીતમાં આવે એને ખબર ન પડે.
આવા એક ભેદ-પ્રભેદને દીપચંદજી’એ ‘અનુભવપ્રકાશમાં એમ કહ્યું છે કે ‘અગૃહીત મિથ્યાત્વ સાધક છે અને ગૃહીત મિથ્યાત્વ સાધ્ય છે.’ ઊલટી વાત લાગે. અગૃહીત મિથ્યાત્વ સાધક છે ? અને એનું સાધ્ય ગૃહીત મિથ્યાત્વ ? એ કેવી રીતે થાતું હશે ? કે ઓઘસંજ્ઞાએ અગૃહીત મિથ્યાત્વમાં લાંબો સમય પસાર કરતા તે જીવને દર્શનમોહ વૃદ્ધિગત થઈને ગૃહીત મિથ્યાત્વમાં ચાલ્યો જાય છે.
ગૃહીત મિથ્યાત્વની ભૂલો કેમ થાય છે ? આવું બધું સમજ્યા, ‘ગુરુદેવ’ની પાસેથી સમજ્યા, પ્રગટ સત્પુરુષની પાસેથી સમજ્યા, ગૃહીત શું કહેવાય, અગૃહીત શું કહેવાય. છતાં ગૃહીત મિથ્યાત્વની ભૂલો કેમ થવા માંડી ? કે જો પોતે ઓઘસંજ્ઞામાં લાંબો સમય રહે અને એ ઓઘસંજ્ઞાની નિવૃત્તિ થવાનો પ્રયાસ જેને કહીએ એવા યથાર્થ કા૨ણોને અનુસરે નહિ અને પ્રયત્નમાં આવે નહિ તો એને ગૃહીત મિથ્યાત્વમાં જતા વાર લાગે નહિ. ચાલ્યો જાય. આ વિષય પ્રયોજન સિદ્ધિમાં જુદી જુદી રીતે ચર્ચો છે.
મુમુક્ષુ :– સમ્યગ્દર્શનમાં ... પાછો અનુભવ ન કરે તો મિથ્યાર્દષ્ટિ થઈ જાય,