________________
૨૨૦
રાજહૃદય ભાગ-૧૩
કહો. સત્પુરુષના ચરણનો ઇચ્છુક. દસ વાતમાં આ વાત મુખ્ય કરી છે. દસ વાતની અંદર આ વાત મુખ્ય કરી છે. દસ વાત લખું છું પણ આના જેવી એકેય નથી.
તે આશ્રયનો વિયોગ હોય ત્યારે...' જુઓ ! એ પાછું સ્પષ્ટ કર્યું છે. આ પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થયો છે કે, આત્મજ્ઞાની નથી, શું કરીએ ? હવે તો આત્મજ્ઞાની છે નહિ શું કરવું ? જાણે કે આત્મજ્ઞાનીના વિષયમાં કાંઈ હવે વિચારવું જ ન હોય એવું નથી. ન હોય તોપણ શું કરવું એ વાત સત્પુરુષો કહી ગયા છે. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે.’ આશ્રય ન હોય તો આશ્રયની ભાવના એને નિત્ય હોવી જોઈએ અથવા થવી જોઈએ. એને કરવા યોગ્ય છે એમ કહ્યું. પણ એ સહજ જ થવી જોઈએ.
પાણીની તરસ લાગે અને પાણી ક્યાંય દેખાતું ન હોય તો માંડી વાળે ? કે આપણને તરસ લાગી છે પણ કયાંય હવે પાણી દેખાતું નથી. માંડીવાળો ને હવે. આપણે પાણી માટે કચાં દોડશું હવે. ક્યાંય દેખાતું તો છે નહિ. એવી રીતે મરવા કોઈ તૈયા૨ નથી. એકવાર પણ મરવા તૈયા૨ નથી. ગોતવા નીકળી પડે અને જ્યાં સુધી ન જડે ત્યાં સુધી એની ગોત પડતી મૂકે નહિ. એને એ શીખડાવવાની જરૂ૨ છે ? કે તને પાણી ન મળે ત્યાં સુધી પાણીની શોધ કરવી. એમ શીખડાવું પડે ? અહીંયાં શીખવાડવું પડે છે. ભાઈ ! તને આત્મજ્ઞાની ન જડે ત્યાં સુધી આત્મજ્ઞાનીની શોધ તું ચાલુ રાખજે. એ શોધમાં તારી આત્મજ્ઞાનીના ચરણમાં વાની ભાવના જીવંત રહેશે. જો શોધ પડતી મૂકાઈ જશે તો તારી ભાવના પણ ખલાસ થઈ જશે. ભાવનાવિહિન થઈ જઈશ.
એટલે જ્યાં સુધી એ આશ્રયનો વિયોગ હોય ત્યારે એ આશ્રયભાવનામાં રહેવું યોગ્ય છે. અને એ આશ્રયભાવનામાં રહેતા જે કર્મબંધન થશે, કેમકે એ શુભભાવ છે. એના ફળમાં એવા સત્પુરુષનો આશ્રય વહેલીતકે મળે એવી વ્યવસ્થા કુદરતના ઘરમાં રહેલી છે. એ કુદરતના ઘરની ચીજ છે. જો આશ્રયભાવનામાં હોય તો આશ્રય એને થવાનો જ છે. આજે નહિ ને કાલે. પણ જેણે માંડી વાળ્યું કે હવે કોઈ છે નહિ, ચાલો જવા દો. આપણે હવે આપણી રીતે બીજું કામ (કરો), બીજા કામે લાગી જાવ. એને ખરેખર ભવરોગ મટાડવાની ભાવના જ થઈ નથી. એમ છે.
એમણે ‘આત્મસિદ્ધિમાં સ્પષ્ટ કર્યું છે કે પ્રત્યક્ષ સદ્દગુરુ સમ નહિ પરોક્ષ જિન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઊગે ન આત્મવિચા૨.' એને આત્મહિતનો