________________
પત્રક-૬૦
૨૧૯ આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા શ્રીગુરુ એ તો મૂર્તિમંત જ આત્મજ્ઞાનસ્વરૂપ છે. અમૂર્ત જ્ઞાન નથી, એ મૂર્તિમંત જ્ઞાનસ્વરૂપ છે. આત્મજ્ઞાનની એ મૂર્તિ જ છે. કેવી ભાષા આવી છે !
ત્યાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો...” અથવા જ્ઞાની પુરુષનો. સદ્દગુરુદેવ કહો, જ્ઞાનીપુરુષ કહો, સપુરુષ કહો, ધર્માત્મા કહો. તેનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે. એનો આશ્રય કરવો જ જોઈએ. એ તો પૂછીએ છીએ કે કોઈ ગંભીર રોગ થયો હોય તો એ રોગનું પુસ્તક ખરીદવા બજારમાં જાય અને એ પુસ્તક વાંચીને એની અંદર જે દવા કે ઉપચાર લખ્યો હોય એ શરૂ કરે, એવી મૂર્ખામી કોઈ કરતું નથી. કરે ? પુસ્તકો તો બજારમાં મળે છે. દરેક રોગ ઉપરના ખાસ ખાસ પુસ્તકો મળે છે. જે રોગ થાય એનું પુસ્તક લઈ આવવું. વાંચીને એમાંથી દવા કરવી. ડોક્ટરને મફતના પૈસા દેવા, આવવું ને જાવું એ માથાકુટ કરવી. એ રોગ મટે નહિ પણ એ તો રોગ વધી જાય.
એમ જેને ભવરોગ મટાડવો છે, ભવબંધન મટાડવું છે, જન્મ-મરણનો રોગ જેને મટાડવો છે એણે શ્રીગુરુનો અવશ્ય આશ્રય કરવા યોગ્ય છે. ચોક્કસ એણે એ જ કરવું જોઈએ. બીજા બધા વિકલ્પ પડતા મૂકીને પહેલો વિચાર એને આ આવવો જોઈએ કે જો આત્મજ્ઞાનથી ભવબંધન નાશ પામતું હોય, જન્મ-મરણના દુઃખ મટતા હોય તો એવા આત્મજ્ઞાની પુરુષ કોઈપણ હોય તો એની પાસે મારે જવું જોઈએ. એની પાસેથી એ રસ્તો મારે મેળવવો જોઈએ, સમજવો જોઈએ. કામ મારે કરવાનું છે પણ હું અજાણ્યો છું. જે રસ્તે જવું છે એ રસ્તાથી હું અજાણ્યો છું.
(સદ્ગુરુદેવનો) આશ્રય કરવા યોગ્ય છે એમ નહિ નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે? નિરંતર તો એકબીજાના ઉદય એટલા બધા નથી હોતા. કોઈને હોય પણ છે. કોઈ એવા હોય છે કે જ્ઞાનીપુરુષના ચરણમાં રહી જાય છે, જીવનભર રહી જાય છે. એવા પણ કોઈ હોય છે. બની શકે. પણ બધાનો એ સંભવ નથી. પણ જેટલો બની શકે એટલો આશ્રય કરવા યોગ્ય છે. “એમાં સંશય નથી.” એમાં કોઈ શંકા કરાય એવી વાત નથી. નિઃસંશય વાત છે કે જેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ભવરોગ મટાડવા માટે કરવી હોય એણે આત્મજ્ઞાની સત્પરુષના ચરણમાં જવું જોઈએ.
બહુ શરૂઆતના ૧૦૫ નંબરના પત્રમાં પાત્રતાના વિષયમાં એ વાત લીધી છે કે સમ્યગ્દર્શનને પાત્ર કોણ ? સમ્યગ્દર્શન કહો, આત્મજ્ઞાન કહો, ભવરોગની દવા