________________
૨૧૭.
પત્રાંક-૬ ૭૦. બંધભાવ છે તોપણ એમાં ફરક છે. બંનેને એક જાતના થતા નથી. કોઈવાર બંનેના ભાવો સરખા લાગે, કોઈવાર જ્ઞાનીનો ભાવ વધારે શુભ લાગે, કોઈવાર અજ્ઞાનીનો વધારે શુભ લાગે. દેખાવમાં જ્ઞાનીનો શુભભાવ ઓછો લાગે. તોપણ જે સ્તરનો શુભભાવ જ્ઞાનીને થાય છે એ સ્તરનો શુભભાવ અજ્ઞાનીને થતો નથી. આવું સ્પષ્ટીકરણ “ગુરુદેવશ્રી' આપતા હતા. એનું કારણ શું ? જ્ઞાનીના સર્વવ્યવહાર પરમાર્થમૂળ હોય છે. અજ્ઞાનીના વ્યવહારના મૂળમાં પરમાર્થ તત્ત્વ નથી. જ્યારે જ્ઞાનીના વ્યવહારના મૂળમાં પરમાર્થ તત્ત્વ રહેલું છે. બે વચ્ચે આ મોટો ફરક છે.
એવો ઉદયભાવ હોવા છતાં ‘તોપણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે.” એટલે કે ઉદય સમાપ્ત થઈ જશે. પછી એમને ઉદયભાવ નહિ રહે અને ઉદયભાવની જગ્યાએ આત્મભાવ જ રહેશે. એને ઉદય પણ આત્માકાર થઈ ગયો એમ કહેવામાં આવશે. જેમકે અરિહંત દશા છે એ આત્માકાર દશા છે. ત્યાં પછી કોઈ પ્રવૃત્તિ હોતી નથી. કોઈ શુભભાવની પ્રવૃત્તિનો વ્યવહાર અરિહંત દશામાં છૂટી જાય છે. બુદ્ધિપૂર્વકનો વ્યવહાર તો છઠા ગુણસ્થાનની મર્યાદામાં છે. છઠા ગુણસ્થાનથી ઉપર બુદ્ધિપૂર્વકનો શુભભાવ ઉત્પન્ન થાય એની મુનિને પણ મર્યાદા છે. સાતમા ગુણસ્થાનથી નિર્વિકલ્પ હોવાથી) બધા ઉપરના ગુણસ્થાનમાં ક્યાંય બુદ્ધિપૂર્વકના શુભભાવનો વ્યવહાર નથી પણ અબુદ્ધિપૂર્વકનો શુભભાવ રહે છે. દસમા ગુણસ્થાન સુધી. પછી નથી. અગિયારમાં નિર્મળ છે, બારમાં પણ યથાખ્યાત ચારિત્ર પ્રગટી જાય છે. તેમાં ગુણસ્થાને તો કેવળજ્ઞાનાદિ દશા ચારે ચાર અઘાતિનો નાશ થઈ જાય છે. એટલે આત્માકારદશા છે. પછી ઉદય પણ આત્માકારે છે. એ આત્મા થઈ ગયા-જેવા હતા એવા થઈ ગયા. એમ છે.
મુમુક્ષુ – જ્ઞાનીને પુણ્યાનુબંધી પુણ્ય ન બંધાય?
પૂજ્ય ભાઈશ્રી :- બંધાય. પુણ્યાનુબંધી પુણ્ય જ્ઞાનીને બંધાય. જ્ઞાનીને ન બંધાય તો કોને બંધાય?
મુમુક્ષુ – અજ્ઞાનીને ક્યો હોય ?
પૂજ્ય ભાઈશ્રી – અજ્ઞાનીને લગભગ પાપાનુબંધી પુણ્ય બંધાય છે. જ્યારે જ્ઞાનીને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. એ ફરક પડે છે. છતાં કોઈ મુમુક્ષુને પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાવાનો સંભવ છે.
જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તોપણ જે દિવસે ઉદય પણ