________________
૨૧૬
રાજહૃદય ભાગ-૧૩
તા. ૧૫-૪-૧૯૯૧, પત્રાંક – ૬૭૦, ૬૭૧
પ્રવચન નં. ૩૦૦
“શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક-૬ ૭૭, પાનું-૪૯૨. “ૐ સશ્સ્પ્ર સાદ પ્રસાદ એટલે કૃપા. કેટલાક પત્રોમાં આ પ્રકારનું આવી રીતે Heading બાંધેલું છે. ચાર પત્રો તો અહીંયાં દેખાય છે. ચાર પત્રોમાં છે.
“જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તોપણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે.” વ્યવહાર ઉદયભાવ અનુસાર હોય છે પણ ઉદયભાવમાં પણ મૂળમાં, ઉદયભાવના અથવા વ્યવહારના મૂળમાં પણ જ્ઞાનીને પરમાર્થ રહેલો છે. વ્યવહાર એટલે દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેના જે કોઈ શુભ પરિણામ છે એ શુભ પરિણામની અંદર પરમાર્થનું લક્ષ હોવાને લીધે જે કાંઈ શુભભાવ થાય છે એ સ્વરૂપ લક્ષે થાય છે. સ્વરૂપનું લક્ષ છોડીને કોઈપણ પ્રકારનો વ્યવહાર જ્ઞાનીનો હોતો નથી. એટલે જ્ઞાનીના સર્વ વ્યવહારના મૂળમાં પરમાર્થ રહેલો છે અથવા એમનો બધો વ્યવહાર પરમાર્થમૂળ હોય છે એટલે એ વ્યવહારને પરમાર્થમૂળ કહેલો છે. કેમકે મૂળમાં પરમાર્થ રહેલો છે. ઉદયભાવની પણ આ જ સ્થિતિ છે.
‘ગુરુદેવશ્રી” જે સ્પષ્ટીકરણ કરતા કે, એક જ પ્રકારના દેખાતા શુભભાવમાં અજ્ઞાનીના શુભભાવ અને જ્ઞાનીના શુભભાવમાં જાતિ ફેર છે. જે જાતનો શુભભાવ જ્ઞાનીને હોય છે તે જ જાતનો શુભભાવ અજ્ઞાનીને નથી હોતો. દૃષ્ટાંત લઈએ કે જિનમંદિરમાં બધા જ ભક્તિ કરે છે. જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. એક પદ બધા જ ગાય છે, જે પદ ગવાય છે એ પદને અનુસરીને બધાને પ્રાયઃ એ વખતે શુભભાવ થયા કરે છે. પછી કોઈની વાત જુદી છે. બધાને સરખા પુણ્યબંધ થાય છે એવું નથી. એમાં પણ દરેકની વાત જુદી જુદી છે. પ્રત્યેકની વાત જુદી જુદી છે. પણ એ શુભભાવમાં-જ્ઞાનીના શુભભાવમાં અને અજ્ઞાનીના શુભભાવમાં જાત જ ફેર છે. જે જાતનો જ્ઞાનીને શુભભાવ થાય છે એ જાતનો અજ્ઞાનીને શુભભાવ થતો નથી. મોટો ફરક છે. શુભભાવમાં ને શુભભાવમાં મોટો ફરક છે. જોકે બંને