________________
૨૧૪
રાજહૃદય ભાગ-૧૩ તો રોગની ગંભીરતા સમજાવે છે. એમ કહીને રોગની ગંભીરતા સમજાવે છે કે, ભાઈ ! આને Infection લાગી જશે તો પંચાતના પાર નહિ રહે. બધી મહેનત કરેલી નિષ્ફળ જશે. બે-ત્રણ લાખ રૂપિયા તમે ખચ્ય એ તો ઠીક છે કે પૈસા પૈસાને ઠેકાણે પણ એને બચાવવા માટે મુશ્કેલ પડશે અને જોખમ જિંદગીનું ઊભું થઈ જશે. ઉંમર નાની છે. બધું પાળવા તૈયાર થઈ જાય. પોતાનો જીવ બચાવવા એટલું પાળવા માટે એટલો તૈયાર નથી. આવી વાત છે. એટલી ગંભીરતા જ્યાં સુધી, એટલી વાસ્તવિકતામાં જીવ આવતો નથી ત્યાં સુધી જીવને બચવાનો કોઈ આરોવારો નથી એમ સ્પષ્ટ સમજાય એવી વાત છે.
એટલે આ “સોભાગભાઈના દાખલા ઉપરથી એમ મળે છે કે આપનો પત્ર નથી આવતો તો અમારે પણ મન નથી થતું). વાત તમારી બરાબર છે. મારા પ્રારબ્ધોદયને લીધે પત્ર લખવામાં અત્રથી વિલંબ થવાનો સંભવ છે. તમારી વાત બરાબર છે. પોતે પણ કબૂલ કરે છે. તથાપિ ત્રણ ત્રણ ચાર ચાર દિવસને અંતરે તમો અથવા શ્રી ડુંગર કંઈ જ્ઞાનવાર્તા લખવાનું નિયમિતપણે રાખશો. અને અત્રથી ઉત્તર લખવામાં કંઈ નિયમિતતા તે પરથી ઘણું કરીને થઈ શકશે. તમારા ત્રણચાર, ત્રણ-ચાર દિવસે કાગળ આવશે તો મારે પણ કાંઈક નિયમિતતામાં આવવાનું બનશે. બાકી તમે લખવાનું ચાલુ રાખશો. એ વાત એમાંથી નીકળે છે. (અહીં સુધી રાખીએ.)
મુમુક્ષુજીવ તત્ત્વ – અભ્યાસ દ્વારા પોતાના આત્માનું ભિન્ન અસ્તિત્વ સમજીને સમ્મત કરે છે. પરંતુ જો ઉદયમાન કુટુમ્બ આદિ સંયોગમાં પોતાપણે વર્તે છે, તો ઉપરોક્ત સમજણ નિષ્ફળ જાય છે, અર્થાત્ ભિન્ન પદાર્થમાં પોતાપણું થવાથી અસ્તિત્વ અનુભવાવાથી) શ્રદ્ધામાં મિથ્યાત્વ દૃઢ થાય છે, તેથી નિજ સ્વરૂપનું અસ્તિત્વ ગ્રહણ શ્રદ્ધામાં થઈ શકે નહિ, નિજમાં નિજબુદ્ધિ થવાથી પરમાં અસ્તિત્વ ગ્રહણરૂપ શ્રદ્ધાની શક્તિ તૂટે છે, અને તે ક્રમે કરીને ઉપશમે છે. ટુંકામાં પરમાં અસ્તિત્વ ગ્રહણરૂપ મિથ્યાત્વ નિજ અસ્તિત્વને ભૂલાવે છે.
(અનુભવ સંજીવની-૧૫૧૦)