________________
૨૦૪
રાજહૃદય ભાગ-૧૩ કોઈ હોય તો તે જૈનધર્મનો છે. એમ કરીને એ વાત એમણે બહુ સ્પષ્ટ કરી છે.
મુમુક્ષુ - બે જૈન નથી.
પૂજ્ય ભાઈશ્રી – હા. જેમ એક મ્યાનમાં બે તલવાર નથી એમ આ જગતમાં બે જૈન નથી. બીજો કોઈ જૈન નથી. એમ કહીને એમ કહ્યું કે જૈનના અનેક સંપ્રદાયો છે એ બધા સાચા હોઈ શકે નહિ). બે ન હોઈ શકે નહિ. જૈન તો એક જ હોય. ગમે તે એક સાચો છે. વિચારવાન પુરુષો નક્કી કરે કે ખરેખર કોણ સાચું છે. એમ સંકેત તો કેટલોક કર્યો છે. ૨૦ વર્ષે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને પત્ર લખ્યો છે તો એમાં એ વાતો લખી છે. ૨૦ વર્ષની ઉંમરે ! આ તો ૨૯ વર્ષની ઉંમર. પછી ૯ વર્ષ ગયા છે. ત્યારપછી તો જ્ઞાનદશા પ્રાપ્ત થઈ છે), આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને આ તો લખે છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ તો રાષ્ટ્ર Levelના, દેશ Levelના જબરદસ્ત વિદ્વાન હતા.
(અહીંયાં, શું કહે છે ? કે, “એક આત્મજ્ઞાન વિના. કોઈ દુઃખને જીતી ન શકાય. અજિત છે. એમ જાણીને “જેને વિષે તેની ઉત્પત્તિનો હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા હતા. હવે એના ઉપરથી વાત કરે છે કે, “શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યો છે;” જૈનધર્મમાં પણ એવા અનંત જ્ઞાનીઓ થયા. તેમણે પણ સર્વસંગપરિત્યાગ કરીને, સંસારનો ત્યાગ કરીને એ પણ ચાલી જ નીકળ્યા હતા. એ લોકો પણ પૂર્વકર્મના યોગે રાજપાટમાં હોવા છતાં.
ઋષભદેવ ભગવાનના પુત્ર પોતે ચક્રવર્તી હતી. ભરત રાજા. જેના ઉપરથી આ દેશનું નામ હજી ભારતદેશ ચાલે છે. એક ક્રોડાક્રોડી સાગર ગયો. સમર્થ થઈ ગયા. એમણે પણ એ જ ઉપાય ઉપામ્યો હતો. એ પણ ચાલી નીકળ્યા. એમણે પણ ચક્રવર્તીપદને ક્ષણમાત્રમાં છોડી દીધું.
અને સર્વ જીવોને તે ઉપાય ઉપદેશ્યો છે. એ રીતે પોતે પણ ત્યાગ કરીને બીજાને પણ ત્યાગનો ઉપાય ઉપદેશ્યો છે. એટલી વાત જરૂર છે કે તે ત્યાગ ક્યા પ્રકારે કર્યો હોય તો તે યથાર્થ કહેવાય? અથવા એવો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય ? તે પ્રથમ વિચારવાયોગ્ય છે. એ પહેલું વિચારી લેવું. પછી એ ત્યાગવાનો વિચાર-અંકુર વિશેષપણે ઉત્પન્ન થઈને એનો ત્યાગ થાય તો એનું ફળ અવશ્ય આવે. જોકે ત્યાગની પ્રધાનતા દિવ્યધ્વનિમાં પણ ઘણી ઘણી આવી હશે.