________________
પત્રાંક-૬૬૭
૨૦૩
સંસાર જ ન જોઈએ. એમણે આત્મજ્ઞાન પહેલા સંસારનો ત્યાગ કરી નાખ્યો. બહુભાગ જીવોને આમ થાય છે. જેની બહુ ઊંડી વિચારણા નથી, એ સીધા કાર્યને સમજીને કાર્યને છોડે છે. કારણ સુધી પહોંચતા નથી. જોકે અહીંયાં તો આત્મજ્ઞાન એનું કારણ છે. એ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે છોડીને ચાલી નીકળ્યા એમ કહ્યું છે. પણ એમણે પોતે ‘કૃપાળુદેવે’ એ વાત સ્પષ્ટ કરી છે કે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો, નિરૂપણ જોતા, સિદ્ધાંતોનું પ્રતિપાદન જોતા એમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય અને એના ફળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ વાત સંમત થઈ શકે એવી નથી.
એ તો ‘ગાંધીજી’એ પ્રશ્ન પૂછ્યો છે કે, ગૌતમબુદ્ધ' મોક્ષે નથી ગયા એમ તમે શા ઉ૫૨થી કહો છો ? એવું કહેવા માટે તમારી પાસે કોઈ પુરાવો છે ? બારિસ્ટર હતા ને ? એટલે પુરાવો માગ્યો છે. કે એમનેમ કહી દો છો ? વગર પુરાવે વાત કરો છો ? પુરાવા વગ૨ તો કોઈ વાત કરવી એ ખરેખર વાત કરવા માટે લાયક નથી. નિરર્થક વાત છે, સમજણ વગરની વાત છે, પુરાવો તો હોવો જ જોઈએ. એમના સિદ્ધાંતો એ પુરાવો છે. મોટો પુરાવો એમના સિદ્ધાંતો છે. ‘ગૌતમબુદ્ધ’ નહિ, કોઈપણ માણસના આવા સિદ્ધાંતો હોય અને એ મોક્ષે જાય એ બનવું અસંભવિત છે.
‘ગાંધીજી’ કેટલા વિચક્ષણ હતા એ બીજી વાત છે.. પણ ખરેખર કોઈ જીવ વિચક્ષણ હોય તો, એને એમ થાય કે જો ગૌતમબુદ્ધ”ના સિદ્ધાંતો મોક્ષને માટે યોગ્ય નથી તો કહેનાર માણસ આથી કોઈ વિશિષ્ટ મોક્ષના સિદ્ધાંતોના જ્ઞાતા છે, જાણકા૨ છે એમ એનું લક્ષ પહોંચવું જોઈએ.
મુમુક્ષુ ઃ- આટલી નાની ઉંમરમાં...
:
પૂજ્ય ભાઈશ્રી :– દુનિયાભરના સિદ્ધાંતોની ખબર છે એમને. કેમકે એમણે બધું પૂછ્યું છે. એમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ સંબંધીનું પૂછ્યું છે, ‘શ્રીરામ’ અને ‘શ્રીકૃષ્ણ’ને માનવાથી મોક્ષ થાય કે નહિ એ પણ પૂછ્યું છે, ચમત્કારોનો વિષય પણ પૂછ્યો છે, બાઈબલની વાત પણ પૂછી છે, બૌદ્ધધર્મની વાત પણ પૂછી છે, સહજાનંદસ્વામીની વાત પણ આવી છે. બધું વાંચી ગયા છે. એ બધા સિદ્ધાંતોની એમને ખબર છે. કોણે શું શું વાત કરી છે. નાની ઉંમરમાં તો એમણે એમ કહેવું જોઈએ કે આખા જગતના સાહિત્યને જાણે ડહોળી નાખ્યું છે અને એમાંથી રત્ન કાઢ્યું છે કે, આ જગતમાં જેમ એક મ્યાનમાં બે તલવાર ન સમાય એમ જગતમાં જૈન છે તે અદ્વિતીય મોક્ષમાર્ગ છે. એની બરાબરીમાં (કોઈ નથી). અજોડ મોક્ષમાર્ગ