________________
૨૧૧
પત્રાંક૬૬૯ આ વાત કરે છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે. જેને સંસારથી છૂટવું હોય એણે “અખંડ વૃત્તિથી...” એમાં ખંડ પડ્યા વિના, આંતરો પડ્યા વિના એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. બીજું બધું કર્યું છે પણ આ એક કર્યું નથી.
જ્યાં સુધી જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટાળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો; દઢ મોક્ષેચ્છા કરવી.” છૂટવા માટેની તીવ્ર ભાવના કરવી. અને “એ વિચારમાં અપ્રમત્ત રહેવું...” પ્રમાદ ન કરવો. “તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. પોતાની કલ્પનાએ, પોતાને ઠીક પડે એ રીતે અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે; તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી.” એ આ છે. કે જે અમે પ્રથમ જ જણાવ્યું છે.” કે સત્પષના ચરણારવિંદમાં જવું. અચળ પ્રેમ કરી, સમ્યફ પ્રતીતિએ કરીને. એ વાત અમે જે પહેલા કરી છે એ જીવે કર્યું નથી. બીજું બીજું એણે ઘણું કર્યું છે. એ વાત સત્સંગને અનુસરતી અહીંયાં કરી છે કે, વિકલ્પ કરવા યોગ્ય નથી, વિચારવાન જીવને એમાં બીજો વિકલ્પ કરવા યોગ્ય નથી.
હાલ તરતમાં સમાગમ સંબંધી વિશેષ કરી લખવાનું બની શકવા યોગ્ય નથી.” કયારે મળી શકાશે, સમામગ થઈ શકશે એ વાત ચોક્કસ કરી શકાય એવું નથી. એ ૬ ૬ ૮માં પત્રના Postcard માં અઢી લીટીમાં પણ સત્સંગ વિષે બહુ સુંદર ભાષામાં, બહુ સુંદર શૈલીમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
પત્રાંક-૬૬૯
મુંબઈ, માહ વદ ૧૧, રવિ, ૧૯૫૨ અત્રેથી વિગતવાર કાગળ મળતાં હાલ વિલંબ થાય છે. તેથી પ્રશ્નાદિ લખવાનું બનતું નથી, એમ આપે લખ્યું તો તે યોગ્ય છે. પ્રાપ્ત પ્રારબ્ધોદયને લીધે પત્ર લખવામાં અત્રથી વિલંબ થવાનો સંભવ છે. તથાપિ ત્રણ ત્રણ