________________
૨૦૮
રાજહૃદય ભાગ-૧૩ પણ તરવા માટે ઘણા ધમપછાડા કર્યા છે. સત્સંગ સિવાયની ઘણી કરી જોઈ છે, ઘણો પરિશ્રમ કર્યો છે, ઘણી વાર નિષ્ફળ પણ ગયા છે અને સત્સંગના યોગે એ સફળ થયા છે. એટલે પોતાનો અનુભવને ઠામ ઠામ જાહેર કર્યો છે.
“અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું મહાત્મ...” તેથી કરીને, આ કારણને લીધે સત્સંગનું માહાસ્ય સર્વ જ્ઞાનીપુરુષોએ અતિશય કરી કહ્યું છે...” આવી વાત કરી હતી કે કોઈ માણસ નિવૃત્તિ લઈને આવે, નાની ઉંમર હોય, ઓછું સમજે, ઓછી લાયકાત હોય તોપણ “ગુરુદેવ એની પ્રશંસા કરતા. કેમ ? કે સના યોગમાં સત્સંગમાં આવ્યો માટે. મુદ્દો તો એની અંદર એટલો જ છે, આથી વધારે મુદ્દો નથી. એણે સત્સંગને તો પસંદ કર્યો ને, એણે એટલો તો વિવેક કર્યો ને ! પછી કેટલું કામ કરે એ એની યોગ્યતા ઉપર આધારિત છે. પણ એણે જે સત્સંગ માટેનું કદમ ભર્યું, પગલું ભર્યું એ આવકારવા જેવું છે. એટલે ગુરુદેવ એને Response આપતા. એમ સર્વ જ્ઞાનીપુરુષોએ સત્સંગનું માહાસ્ય અતિશય કરીને કહ્યું છે. ઘણું ઘણું કહ્યું છે. વિશેષ કરીને કહ્યું છે. તે યથાર્થ છે. તે વાત યથાર્થ છે એમ કહે છે. એમાં વિચારવાનને કોઈ રીતે વિકલ્પ થવા યોગ્ય નથી.” શૈલી કેવી કરી છે ! જો કોઈને એમાં પણ વિકલ્પ થાય તો એમ સમજવા યોગ્ય છે કે હજી એને વિચારવાનપણું આવ્યું નથી, કાચી બુદ્ધિ છે.
વિચારવાન એટલે પાકટ બુદ્ધિવાળો. Maturity જેને કહેવામાં આવે છે. વિચારવાનને તો એમાં કોઈ વિકલ્પપણ થવા યોગ્ય નથી કે આમ હશે કે નહિ હોય ? સત્સંગ લાભદાયી હશે કે નહિ લાભદાયી હોય? આપણે એકલા એકલા વાંચીને આપણે આપણું કરી લઈએ, આપણે આપણા ઘરે બેસીને આપણું કરી લેશું. એ વાતમાં કાંઈ માલ નથી. ભલે બે જ જણા હોય. એવું નથી કે ટોળું ભેગું થાય તો સત્સંગ થાય. બે જણા હોય, ચાર જણા હોય, ત્રણ જણા હોય, પાંચ જણા હોય. ભલે વિશેષ સંખ્યા ન હોય પણ હોય એવા. એવા પાત્ર જીવો હોય કે જે ખરેખર પામવા માટે તૈયાર થયા હોય. જેને આત્મસ્વરૂપ પામવું છે એવી અંદરમાં લગની અને ધગશ થઈ હોય એવા જીવોનો સંગ તે સત્સંગ છે. અથવા પામ્યા હોય એવા જીવોનો સંગ તે સત્સંગ છે. અને એમાં એ સત્સંગથી આત્મજ્ઞાન થવું સુલભ છે. એમાં કોઈ વિચારવાનને તો વિકલ્પ પણ થવા યોગ્ય નથી. એમાં પણ કોઈ વિકલ્પ કરે. આમ નહિ ને આમ. સત્સંગ કરતા આમ સારું છે, સત્સંગ કરતા વાંચી