________________
૧૦
રાજહૃદય ભાગ-૧૩ સમજાય છે એમ ન કહ્યું, શબ્દાર્થ સમજાય છે એમ ન કહ્યું. રહસ્ય સમજાય છે. અને એ પણ કાંઈક અમને સમજાય છે. એનું ઊંડાણ ઘણું છે. કાંઈક સમજાય છે કે કાંઈક વાત કોઈક પારમાર્થિક દૃષ્ટિની કોઈ અલૌકિક વાત કહેવા માગે છે. એવું કાંઈક સમજાય છે. અને એ અધ્યાત્મના વચનો તો એવા તીખા જ નીકળેલા છે. આચાર્યોના અને જ્ઞાનીઓની દ્રવ્યદૃષ્ટિને સૂચક જે વચનો છે એ ઘણા તીખા છે. અને એવી તીખાશ છે એ પારમાર્થિક લાભનું કારણ છે. તે વચન કહેનારને તે ભાવમાં આવીને તે વચનો કહેવાયા છે. શુષ્કતાથી એ વચનો કહેવાયા નથી પણ અધ્યાત્મરણમાં આવીને એ વચનો કહેવાયા છે. અને સુયોગ્ય પાત્રોને એવા વચનોથી એવો જ અધ્યાત્મરસ ઉપજવા યોગ્ય છે. એમ સ્વ-પર બંનેને એ હિતકારક છે.
મુમુક્ષુ :- દર્શન-જ્ઞાન-ચારિત્ર...
પૂજ્ય ભાઈશ્રી – ગુણભેદ ઉડાડી દીધો. એટલે ગુણ નથી એમ કહી દીધું. કેમકે એનાથી વિકલ્પ મટતો નથી. જ્યાં સુધી એ ભેદના વિચારો ચાલે છે ત્યાં સુધી વિકલ્પ મટતો નથી. અને એવા અભેદતત્ત્વને ભેદ સિમિત છે. અભેદ અસીમ છે. ભેદ મર્યાદિત છે અને અભેદતા અમર્યાદિત છે. એટલે પણ એની કિંમત વધારે છે. એના ઉપર વધારે વજન દેવા પાછળ પણ વસ્તુસ્થિતિ છે. અને તેથી પારમાર્થિક લાભના હેતુથી એમ કહેવામાં આવે તો તે અત્યંત સમ્યફ છે અથવા સમ્યફ એકાંત છે. એકાંત લાગે તોપણ એ સમ્યફ એકાંત છે, સમ્યફ થવા અર્થે તે એકાંત છે, સમ્યકપણું પામવા અર્થે તે એકાંત છે એટલે તે ઉચિત જ છે.
મુમુક્ષુ – ગુણભેદથી ગ્રહણ ન કરવું એ તો સમજાય છે પણ ગુણભેદ..
પૂજ્ય ભાઈશ્રી :- હા, ખરેખર તો ચોખ્ખું એમ કહેવું જોઈએ કે ગુણભેદ ગ્રહણ ન કરવા. પણ જોરમાં ને જોરમાં એમ કહેવું છે, એમાં થોડું રહસ્ય એવું છે કે અભેદને જોનાર ભેદને એ વખતે જોતો નથી. અથવા અભેદને અનુભવનારને ભેદનો અનુભવ થતો નથી. અનુભવ નથી થતો. જાણવું અને વેદનું બે જ્ઞાનની પર્યાય છે. આપણે આ વિષય ઉપર થોડી ચર્ચા કરીએ છીએ. તો ન તો અભેદ અનુભવકાળે ભેદ જાણવામાં આવે છે કે ન તો અભેદ અનુભવકાળે ભેદનું વેદન થાય છે. બેમાંથી એકપણ થતું નથી. તો કહે જો મારો અનુભવ આમ કહેતો હોય તો હવે બે નથી એમ કહી દો ને. પછી શું વાંધો છે ? ઊડી ગયું ? જ્ઞાનમાં ઉડતા નથી. Balance રહે છે. દ્રવ્યાનુયોગનું જે જ્ઞાન છે એમાં ગુણભેદ છે એમ