________________
૧૯૪
રાજહૃદય ભાગ-૧૩ છે એમ આત્મકલ્યાણ એ સૌથી વધારે જરૂરિયાતનો વિષય પોતાના નિર્ણયમાં હોવો જોઈએ. પ્રવૃત્તિ ભલે મર્યાદિત થાય. પણ Priority ની દષ્ટિએ, મુખ્યતાની દષ્ટિએ જીવનની અંદર આત્મકલ્યાણ સૌથી મુખ્ય રહેવું જોઈએ. અને તો જ ધર્મની પ્રાપ્તિ થવાનો પ્રસંગ અથવા અવસર આવે. તો જ ધર્મ પ્રાપ્ત થાય એટલો પુરુષાર્થ હોઈ શકે કે થઈ શકે. નહિતર થઈ જ ન શકે.
જો આપણે આપણા જીવના અનંત કાળનો ઇતિહાસ તપાસી લઈએ તો આ કર્યા વિના આપણે ધર્મના ઓઠા નીચે, ધર્મના બહાના નીચે કાંઈને કાંઈ ઘણી પ્રવૃત્તિ કરી છે. જુદા જુદા ધર્મમાં અનેક જાતની પ્રવૃત્તિ કરી છે. પણ એક આત્મકલ્યાણની મુખ્યતાવાળી પ્રવૃત્તિ એકવાર પણ નથી થઈ. જો આત્મકલ્યાણની મુખ્યતા થાય તો બીજી બધી પ્રવૃત્તિ થાય ખરી. છૂટી ન જાય પણ એમાં સંક્ષેપ આવે, એની ગૌણતા થાય. અને તો કાંઈક આત્મકલ્યાણનો વિષય સફળ થવાની શકયતા રહેલી છે. નહિતર ખરેખર તો શક્યતા જ નથી. અને બે જ Priority છે. આપણે તો ચર્ચા અહીંયા થાય છે. First & last. કાં સંસાર First priorityમાં છે, કાં આત્મકલ્યાણ અથવા મોક્ષમાર્ગ First priorityમાં છે. બેમાંથી એક તો હોય હોય ને હોય જ. હવે આ જ્યાં સુધી બદલાય નહિ, સ્થાનફેર ન થાય ત્યાં સુધી પ્રથમ અંશે ધર્મની પ્રાપ્તિ કોઈ જીવને થઈ નથી, થવાની નથી, થતી પણ નથી. આ ત્રણ કાળનો અબાધિત સિદ્ધાંત છે. એટલે જ્ઞાની પુરુષો જે ઉપદેશ આપે છે કે આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કરવું, સ્વીકારવું, માનવું અને પોતે પણ એ રીતે વર્યા છે. પાછા એમ નથી કે પોતે ખાલી ઉપદેશ ચે છે. પોતે જો એવી સ્થિતિમાં હોય તો ઉપદેશ ન આપે. અંતરંગ એનું બીજું હોય. ઉપદેશ ન આપે.
“મુંબઈ મુમુક્ષુઓ આવતા હતા. “શ્રીમદ્જી' ના પાડતા હતા. તમારે સત્સંગ અર્થે મુંબઈ ન આવવું. અમે નિવૃત્તિક્ષેત્રમાં હશું ત્યારે તમારે આવવું. એનું શું કારણ ? કે આપણને નિવૃત્તિની વાત કરે છે અને પોતે પાછા દુકાને જઈને વેપાર કરે છે. એમને તો પ્રવૃત્તિ કેટલી મોટી હતી ? કેવડો મોટો ધંધો કરે છે. આવડા મોટા મોટા ધંધા કરે છે અને પાછા ઉપદેશ આવી રીતે આપે છે?
મુમુક્ષુ – એમણે લખ્યું છે કે અમારી પ્રવૃત્તિ જોઈને તમને અંદેશો થશે.
પૂજ્ય ભાઈશ્રી – અંદેશો–શંકા પડી જશે. એટલે શંકા પડી જશે ત્યારે શું થાશે ? કે અમારામાં ગુણ જોવાને બદલે તમે દોષ જોશો. એટલે સત્સંગ કરવા આવવામાં તમે લાભ કરવાને બદલે નુકસાન કરીને જાશો. એને નુકસાનથી