________________
રાજહૃશ્ય ભાગ-૧૩
૨૦૦ છૂટવું છૂટવું થઈ રહ્યું છે અને એમાં રસ આવતો નથી.
આવી રીતે ચક્રવર્તીના બહાને પોતાના ત્યાગની ભાવનાને પોષે છે. પોતાને જે સંયોગોમાં રસ રહ્યો નથી, એને છોડવા છે એ સંયોગોને ત્યાગવાના પરિણામોનું રસનું સિંચન કરે છે. જુઓ ! ચક્રવર્તી વિચારવાન પુરુષો હતા. એમ કહીને (કહે છે). જ્ઞાની હતા એટલે ? વિચારવાન પુરુષો હતા. એમણે પોતાના આત્માના હિત ખાતર આવા ઉત્કૃષ્ટ વૈભવશાળી સંયોગોને છોડ્યા છે. એમ કરીને પોતાને પણ પ્રાપ્ત સંયોગો છોડવા છે એવી ભાવનામાં એ આવ્યા છે. એક Postcard લખ્યું છે તોપણ એવી વાત લખી છે. એમણે તો એમની ભાવના ઘૂંટી છે. મુમુક્ષુ જીવને, સામા જીવને એની યોગ્યતા અનુસાર જે સમજવું હોય તે સમજે, પરિણમવું હોય તે પોતાની યોગ્યતા અનુસાર પરિણમે પોતે તો પોતાની ભાવનાને ઘૂંટી છે, ભાવી છે. એ ૬૬૬ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬૬૭
મુંબઈ, પોષ વદ ૧૨, રવિ, ૧૯૫૨ મહાત્મા બુદ્ધ ગૌતમ) જરા, દારિત્ર્ય, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિનો હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા હતા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાયો છે; અને સર્વ જીવોને તે ઉપાય ઉપદેશ્યો છે. તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરુજ્ઞાશીલ એવા તે સત્પષોએ ભક્તિમાર્ગ પ્રકાશ્યો છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે.
૬૬૭ “અંબાલાલભાઈ” ઉપરનો પત્ર છે. મહાત્મા બુદ્ધ ગૌતમ)...” એટલે આ ગૌતમબુદ્ધ થયા. અત્યારે જે બૌદ્ધ સંપ્રદાય ચાલે છે, Buddhisam કહે છે. ખાસ કરીને “ચીનમાં, જાપાનમાં, બર્મા"માં, લંકામાં, આપણા આજુબાજુના દેશોમાં આ સંપ્રદાય ઘણો વિસ્તર્યો છે અને હિન્દુસ્તાનના પૂર્વ ભાગમાં પણ એના ઘણા મંદિરો જોવામાં આવે છે. મુંબઈમાં પણ કયાંક કયાંક મંદિરો છે. પણ ખાસ કરીને ‘બિહારમાં તો એ વિચર્યા છે. અને “બુદ્ધગયા” “ગયાની પાસે નજીકમાં જ