________________
પત્રક-૬૬૫
૧૯૩ જ્ઞાનીપુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણે કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ એમ વત્ય છે.” પોતે પણ બની શકે એટલો આરંભ પરિગ્રહનો સંક્ષેપ કરીને અથવા ત્યાગ કરીને પોતે પણ એમ વર્યા છે. વર્તવાના પ્રયત્નવાન છે. માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી. માટે કોઈપણ મુમુક્ષુએ પોતાના આરંભ પરિગ્રહનો બને એટલો સંક્ષેપ કરીને પરમાર્થના વિષયમાં, આત્મકલ્યાણના વિષયમાં સમય અને શક્તિ ફાળવી શકાય, બને એટલી વધારે ફાળવી શકાય એ રીતે કર્તવ્ય છે, કરવા યોગ્ય છે.
એમ છે કે ખરેખર જીવને જો આજીવિકા સહેલાઈથી, સારી રીતે ચાલવાનું સાધન મળ્યું હોય કે હોય, પૂર્વકર્મને આધિન છે, એ કોઈ વર્તમાન પ્રયત્નને આધિન નથી, તો વિશેષનું કોઈ બળ પ્રયોજન નથી. એથી વિશેષ પૈસા ભેગા થાય એનું કોઈ બહુ પ્રયોજન નથી. કેમ પ્રયોજન નથી ? કે એ પડ્યા રહેવાના છે. એનો કોઈ ઉપયોગ થવાનો નથી. મારી પાસે છે એનું મમત્વ, એનો રસ પોષી લેશે કે મારી પાસે આટલા થયા. પહેલા પાંચ લાખ હતા, હવે છ થયા છે, હવે આઠ થયા, હવે દસ-બાર છે, હવે પંદર છે, પચ્ચીસ છે. એમ એને મમત્વનો રસ પોષવા સિવાય બીજો એનો ઉપયોગ નથી. અને મમત્વ થશે એને ખર્ચી નહિ શકે. પછી જેમ જેમ મમત્વ વધશે એમ ખર્ચી નહિ શકે. એટલે એને તો પોતાના આત્માને બંધન થવા સિવાય એનાથી બીજું કાંઈ વધારે નિમિત્ત નથી. આત્માને વિશેષ બંધન થાય એટલું જ થવાનું છે. એ સિવાય બીજું કાંઈ નહિ થાય. એ પરિસ્થિતિ ઊભી થાશે.
એટલે જ્ઞાની પુરુષોએ મુમુક્ષને એ રીતે ઉપદેશ કર્યો છે કે વ્યાપાર, ધંધો કે પ્રવૃત્તિ છે એ સિમીત રાખવી, મર્યાદિત રાખવી. જેમકે દેહને પોષણ આપવું, ખાવુંપીવું, કુટુંબ-પરિવારનું ભરણપોષણ કરવું એ એક ફરજ હોય તો આત્માનું કલ્યાણ કરવું એ કાંઈ ફરક નથી ? આપણે ફરજની દષ્ટિએ સરખાવીએ. ભરણપોષણ કરવું પડે એવું છે અને કુટુંબ-પરિવારનું પણ ભરણપોષણ કર્યા વગર કાંઈ ચાલે નહિ. હા આત્માનું કલ્યાણ ન કરીએ તો ચાલે. પણ કુટુંબનું તો ભરણપોષણ કર્યા વગર ચાલે નહિ. એ વાત વ્યાજબી છે? નહિ.
મુમુક્ષુ - હિન્દીમાં. પૂજ્ય ભાઈશ્રી :- ગુજરાતી સમજાય છે ? માણસને એ જેમ જરૂરિયાત લાગે