________________
પત્રાંક-૬૬૪-૬૬૫
૧૯૧ બાહ્ય કારણો રોકે છે એમ કહેવામાં આવે છે. એને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની ચારેય પડખેથી કેવી રીતે વિવેક વર્તે છે. એમણે બહુ સરસ એવું ઝીણું કાંત્યું છે. કેમકે પોતાને ગૃહસ્થની ભૂમિકા છે ને ? એટલે એ ગૃહસ્થ ભૂમિકાની અંદર કેવી રીતે પોતે વર્તી રહ્યા છે. અંતર-બાહ્ય એની વર્તના કેટલી નિર્દોષ ! સાંગોપાંગ કેટલી નિર્દોષ છે ! એનો બહુ સુંદર ચિતાર એમની પોતાની કથામાંથી નીકળે છે. આ તો પોતાની જ કથા કરી છે. જીવંત દગંત છે સામે. એટલે સમજવાનું વધારે મળે.
બાહ્ય કારણો રોકે છે, માટે જ્ઞાની ઉપાધિસહિત દેખાય છે, તથાપિ તેની નિવૃત્તિના લક્ષને નિત્ય ભજે છે. છતાં ભાવનામાં એ જ છે કે આનાથી છૂટવું છે. છૂટવું છે.. જેટલું વહેલું બને એટલું વહેલામાં વહેલું છૂટવું છે. એને ભજે છે. છતાં એની બાહ્ય નિવૃત્તિના લક્ષને તેઓ નિત્ય ભજે છે, નિરંતર ભજે છે અને નિવૃત્તિની ઝંખનામાં એ પ્રવૃત્તિ કરે છે. પ્રવૃત્તિની ઝંખનામાં પ્રવૃત્તિ નથી કરતા પણ નિવૃત્તિની ઝંખનામાં રહીને પ્રવૃત્તિ કરે છે. એવી એમની પ્રવૃત્તિની ભૂમિકા હોય છે.
મુમુક્ષુ - આ પત્રમાં ઘણો ખુલાસો આવ્યો. પૂજ્ય ભાઈશ્રી – હા. બહુ સારી વાત લખી છે. ઘણી સારી વાત આવી છે. મુમુક્ષુ - બે-ત્રણ વાક્ય . આવી ગયા.
પૂજ્ય ભાઈશ્રી – એમાં તો ઘણું ભર્યું છે. એમની તો અંદરની પરિણતિ એવી છે અને પોતાનું એવું જીવંત દષ્ટાંત છે. જીવતું દષ્ઠત છે કે જુઓ ! આમ હોય. અમે તો સહજપણે આમ વર્તીએ છીએ. સંસારમાં, ધંધામાં, વેપારમાં બેઠા છીએ પણ આ સ્થિતિ છે ને બેઠા છીએ. કાંઈ એની અંદર બેસવા ખાતર બેઠા નથી અને ભાગવા ધારીએ તો ભાગી જઈ શકીએ એમ છીએ છતાં નથી ભાગતા તો સમજીને નથી ભાગતા. માન્યતા શું છે, આચરણ શું છે, જ્ઞાન શું છે. એ બધી રીતે (ખોલ્યું છે).
પત્રાંક-૬૬૫
મુંબઈ, પોષ વદ ૯, ગુરુ, ૧૫ર
દેહાભિમાનરહિત એવા સત્પષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર